World

ગાઝા પર મોટો હુમલો, એક દિવસમાં 400ના મોત, ઇઝારયેલે આપી આ મોટી ચેતવણી

નવી દિલ્હી: ઇઝરાયેલ તરફથી હમાસ પર (Israel-Hamas War) જવાબી હુમલા (Attack) કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં હમાસે ઇઝરાયેલના 200થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. જેના કારણે રોષે ભરાયેલા ઇઝરાયેલે ગાઝા પટ્ટી (Gaza Strip) પર જવાબી હુમલો કર્યો હતો. જેમાં 24 કલાકમાં 400થી વધુના મોત (Death) થયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હુમલામાં 400 પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. જેમાં હમાસના 4 મુખ્યાલયો અને 17 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વચ્ચે ઈઝરાયેલે જાહેરાત કરી છે કે તે ગાઝા પટ્ટી પર હુમલાઓ વધારી રહ્યું છે.

ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ સોમવારે ઇઝરાયેલ પહોંચ્યા હતા. હમાસ સાથેના સંઘર્ષ વચ્ચે તેઓ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળશે. નોંધનીય છે કે ફ્રાન્સના પીએમ ઈમેન્યુઅલ મેક્રોન પણ ટૂંક સમયમાં ઈઝરાયેલ પહોંચી શકે છે.

ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેણે ગાઝામાં હમાસના સ્થાનો પર 7,400થી વધુ રોકેટ છોડ્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,400 થી વધુ ઇઝરાયેલ લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝામાં 4,600 થી વધુ લોકો માર્યા ગયા છે. તે જ સમયે, 200 થી વધુ ઇઝરાયેલ નાગરિકો હજુ પણ હમાસ દ્વારા બંધક છે.

ગાઝા સરહદ પર ઈઝરાયેલના સૈનિકો સતત દરોડા પાડી રહ્યા છે. જેના વિશે સેનાનું કહેવું છે કે તેનો હેતુ વિસ્તારને ખાલી કરાવવાનો અને ગુમ થયેલા લોકો અને હમાસ દ્વારા બંદી બનાવાયેલા લોકો વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો છે. તેમજ ગાઝામાં જમીની અવલોકન કરી આગળના હુમલાઓની તૈયારી કરવાનો તેમનો મુખ્ય હેતુ છે. સેનાના પ્રવક્તા ડેવિડ હગારીએ એક ટેલિવિઝન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “એક દરોડા દરમિયાન, એક ઇઝરાયેલ સંરક્ષણ દળનો સૈનિક માર્યો ગયો હતો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.”

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં શરૂઆતથી જ અમેરિકાએ સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવી છે. ગાઝા સરહદ ખોલવામાં અને ઇજિપ્ત દ્વારા ગાઝામાં સહાય સામગ્રી મોકલવામાં અમેરિકાની પહેલ અસરકારક હતી. પરંતુ અમેરિકાએ હમાસ, હિઝબુલ્લાહ અને આડકતરી રીતે અમેરિકાના દુશ્મન ઈરાનની કાર્યવાહી સામે સીધી ચેતવણી આપી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ આતંકવાદી જૂથ અથવા પક્ષ યુદ્ધમાં કોઈપણ અમેરિકન સૈનિક પર હુમલો કરે છે તો તેના ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.

Most Popular

To Top