World

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના 48 દિવસ બાદ યુદ્ધવિરામ, પહેલા દિવસે આટલા બંધકો છૂટશે

નવી દિલ્હી: ગાઝામાં (Gaza) અમેરિકા અને કતારની મધ્યસ્થીમાં ટૂંકો યુદ્ધવિરામ (Ceasefire) આજથી અમલમાં આવ્યો છે. આજથી ઇઝરાયેલ અને હમાસ આગામી 4 દિવસ સુધી એકબીજા પર હુમલો (Israel-Hamas War) નહીં કરે. જો કે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ છે, જે બાદ હાલમાં યુદ્ધવિરામ છે. આ યુદ્ધવિરામ ચાર દિવસ સુધી ચાલશે, જે શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે 7 વાગ્યે શરૂ થયો હતો. પ્રથમ દિવસે 13 ઈઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવશે. આવી રીતે 4 દિવસમાં 50 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે. તેના બદલામાં ઈઝરાયેલ 150 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરશે.

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં 14854 લોકોના મોત થયા છે. જેમાંથી 5850 બાળકો છે. મળતી માહિતી મુજબ ગાઝામાં હવાઈ હુમલા બાદ ઈઝરાયેલની સેના હવે ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. ત્યારે આઈડીએફે યુદ્ધવિરામ વચ્ચે રક્ષણાત્મક પરિસ્થિતિને અનુરૂપ તેની ઓપરેશનલ તૈયારીઓ પૂર્ણ કરી છે. આજે સવારે ઇઝરાયેલી સૈનિકોએ શિફા હોસ્પિટલના વિસ્તારમાં ભૂગર્ભ આતંકવાદી ટનલ અને ટનલ શાફ્ટના માર્ગને નષ્ટ કર્યો છે. ગાઝામાં સૈનિકોએ તાજેતરમાં જ જમીન, હવા અને સમુદ્રથી વિવિધ આતંકવાદી લક્ષ્યો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હમાસના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. હવે ઈઝરાયેલની સેના યુદ્ધવિરામનું પાલન કરી રહી છે.

યુદ્ધવિરામના એક દિવસ પહેલા ઇઝરાયેલી દળોએ ઉત્તરી ગાઝામાં ભારે બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ એક દિવસમાં 300 હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રની એક સ્કૂલ પર ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 27 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાએ હમાસ કમાન્ડર અમર અબુ જલાલાને માર્યો હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલનું કહેવું છે કે જલ્લાલ્લાહ ખાન યુનિસમાં હમાસના નૌકાદળના કમાન્ડર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અબુ જલાલા અને અન્ય હમાસ ફાઇટર હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

હમાસ શાસિત ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની વિગતવાર ગણતરી ફરી શરૂ કરી છે અને 13,000 થી વધુ મૃત્યુ નોંધ્યા છે. ઉત્તરી ગાઝામાં ટ્રાફિક અને સંદેશાવ્યવહાર બંધ થયા બાદ મંત્રાલયે 11 નવેમ્બરના રોજ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું હતું. નવીનતમ આંકડા દક્ષિણ અને ઉત્તરની હોસ્પિટલોના 11 નવેમ્બરના ડેટા પર આધારિત છે. વાસ્તવિક મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. અહીં 6,000 અન્ય લોકો ગુમ છે અને કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

Most Popular

To Top