નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી યુદ્ધ (War) ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી યુદ્ધ અટકવાની કોઇ સંભાવના દેખાતી નથી. યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ ઇઝરાયેલના ફાઇટર વિમાનોએ (Fighter jet) ગાઝા પટ્ટીમાં (Gaza Lane) ફરી બોમ્બ (Bomb) ફેંકવાનનું શરૂ કર્યું હતું. દરમિયાન ગાઝાની (Gaza) એક હોસ્પિટલના (Hospital) દ્રશ્યો સામે આવ્યા હતાં. જેમાં નાના બાળકોના મૃતદેહો સળેલી હાલતમાં જોવા મળ્યા હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ ગાઝાના એક પત્રકારએ વીડિયો વાઇરલ કર્યો હતો. જેમાં ગાઝાની અલ નસ્ર હોસ્પિટલના આઈસીયુમાં નવજાત શિશુઓના મૃતદેહ ઘણા સમય બાદ પણ હજુ પણ ICUમાં પથારી ઉપર લાઇફ સેવિંગ ઇક્વિપમેન્ટ્સ સાથે જોડાયેલા જોવા મળે છે. જે ઘણા સમય સુઘી આમ મશીન સાથે જોડાઇને પડ્યા હોવાના કારણે સડી ગયેલી હાલતમાં દેખાઇ રહ્યા છે. વીડિયોમાં ચાર નવજાત બાળકોના મૃતદેહ દેખાઈ રહ્યા છે. તેમજ કેટલાક મૃતદેહો હાડપિંજરમાં બની ગયા છે.
ઈઝરાયેલના હુમલા બાદ આ હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી
નવેમ્બરની શરૂઆતમાં ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયુ હતું. ત્યારે ઈઝરાયેલે આરોપ લગાવ્યઠા હતાં કે હમાસના આતંકવાદીઓએ આ હોસ્પિટલોને પોતાનો અડ્ડો બનાવી લીધો છે. માટે ઈઝરાયેલે હુમલા પહેલા હોસ્પિટલને ખાલી કરવાની સૂચના આપી હતી.
દરમિયાન હોસ્પિટલ સ્ટાફ ઉતાવળમાં નીકળી ગયો અને ઘણા નવજાત બાળકો હોસ્પિટલમાં જ રહી ગયા હતા. આ બાળકો સારવાર હેઠળ હતાં. તેમજ લાંબા સમયથી યંત્રો સાથે જોડાયેલા રેવાથી અને યોગ્ય સારવાર ન મળવાથી મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલના એક ડોકટરે જણાવ્યું હતું કે હોસ્પિટલને ખાલી કરવામાં આવે તે પહેલા જ બે નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય બાળકો જીવિત હતા. પરંતુ યોગ્ય સારવાર અને કાળજીના અભાવે મૃત્યુ પામ્યા હતા.
હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો.મુસ્તફા અલ કહલોતે સમગ્ર મામલે જણાવ્યું હતું કે કે હોસ્પિટલના ICUમાં ઓક્સિજનનો પુરવઠો 9 નવેમ્બરે પૂર્ણ થઈ ગયો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સપ્લાય ફરી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ યુદ્ધના કારણે એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચી શકી ન હતી. હોસ્પિટલ સ્ટાફને પણ તાત્કાલિક હોસ્પિટલની જગ્યા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માટે સારવાર હેઠળના બાળકો મૃત્યુ પામ્યા હતા.