Top News

ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો

તેજ પ્રતિક્રિયા વચ્ચે ઈરાને ભારતના બાળકોના સહકાર માટે વ્યક્ત કર્યો આભાર

મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર વધ્યો છે. ઈઝરાયલે શુક્રવારે ઈરાનના યઝ્દ વિસ્તારમાં આવેલા મહત્વપૂર્ણ યુરેનિયમ પ્રોસેસિંગ પ્લાન્ટને નિશાન બનાવી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયલી સેનાના જણાવ્યા મુજબ આ હુમલો તે સુવિધા પર કરવામાં આવ્યો હતો જ્યાં યુરેનિયમ એનરિચમેન્ટ માટે જરૂરી પ્રોસેસિંગ કરવામાં આવતું હતું. અહેવાલ મુજબ, હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ગણાતા અન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવાયા હતા. તેમાં ખોન્ડાબ હેવી વોટર ફેસિલિટી અને અરદાકાન યેલો-કેક પ્રોડક્શન પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ બંને કેન્દ્રો ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ માટે અત્યંત મહત્વના માનવામાં આવે છે.


ઈરાનના વિદેશ મંત્રી Abbas Araghchiએ આ હુમલાઓ પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઈઝરાયલે આ કાર્યવાહી માટે “ભારે કિંમત ચૂકવવી પડશે.” તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ગંભીર બની શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને International Atomic Energy Agency (IAEA)એ જણાવ્યું છે કે હુમલા બાદ આસપાસના વિસ્તારોમાં રેડિએશન સ્તરમાં કોઈ વધારો નોંધાયો નથી. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

આ તરફ, એક ભાવનાત્મક ઘટનામાં ઈરાને ભારતના બાળકો દ્વારા આપવામાં આવેલા સહકાર માટે આભાર વ્યક્ત કર્યો છે. ભારતમાં સ્થિત ઈરાનના દૂતાવાસે જણાવ્યું કે ભારતીય બાળકો દ્વારા પોતાની ગુલ્લક તોડી દાન આપવું “પ્રેમભર્યો ઉપહાર” છે, જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નાના બાળકોના નાના હાથોથી મળેલી મદદ બંને દેશો વચ્ચેના સંબંધોની ઊંડાઈ દર્શાવે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં બાળકો દ્વારા ઈરાન માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાન દૂતાવાસે આ સહાનુભૂતિ અને સમર્થનને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે ભારતના લોકો, ખાસ કરીને બાળકોનો આ પ્રેમ હંમેશા યાદ રહેશે. મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ વચ્ચે આ પ્રકારના માનવીય સહકારના સમાચાર બંને દેશો વચ્ચેના ભાવનાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

Most Popular

To Top