World

ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કર્યું, આ શહેરને ખાલી કરવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી: યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (War) ચાલુ છે. આ યુદ્ધમાં 15 હજારથી વધુ લોકોના મોત (Death) થયા છે. ત્યારે ઇઝરાયેલી સેનાએ રવિવારે ગાઝાના બીજા સૌથી મોટા શહેર ખાન યુનિસની (KhanYunis) આસપાસના વિસ્તારોને ખાલી કરવા આદેશો જારી કર્યા હતા. સેના ગાઝાના દક્ષિણી ભાગ પર ગ્રાઉન્ડ ઓપરેશન કરવાની છે. કારણ કે હમાસના ઘણા નેતાઓ અહીં છુપાયેલા છે.

સમગ્ર મામલે ઈઝરાયેલે કહ્યું હતું કે ઈઝરાયેલની સેનાએ ગાઝાના દરેક હિસ્સામાં પોતાના ગ્રાઉન્ડ ઓપરેશનનો વિસ્તાર વધારશે. તેમજ યુદ્ધવિરામ બાદ આઈડીએફએ દક્ષિણ ગાઝામાં પણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ત્યારે ગાઝાની મોટાભાગની વસ્તી આશ્રયની શોધમાં દક્ષિણ તરફ ભાગી ગઈ હતી. પરંતુ અહીં ગ્રાઉન્ડ ઓપરેશન કરવાથી જગ્યા ખાલી કરવાના આદેશો અપાતા ગાઝાના લોકોની ચિંતા વધી છે.

ઈઝરાયેલી દળોએ શનિવારે રાત્રે ખાન યુનિસ અને દક્ષિણી શહેર રફાહના વિસ્તાર તેમજ ઉત્તરના ભાગો પર ભારે હવાઈ અને જમીની હુમલા શરૂ કર્યા હતા. જેમાં સાત પેલેસ્ટાઈનના મોત થયા હતા. તેમજ રવિવારે સવારે ખાન યુનિસના પૂર્વ ભાગમાં એક મકાન પર થયેલા ઇઝરાયેલના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. તેમજ ઘણઅં લોકો ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમાથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

અમેરિકાનું ઈઝરાયેલ પર દબાણ
ગાઝામાં ફરી શરૂ થયેલા યુદ્ધ માટે અમેરિકાએ ઈઝરાયેલ પર યુદ્ધ પર સંયમ રાખબાનું દબાણ કર્યું હતું. આ મામલે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું હતું કે ગાઝામાં ઘણા નિર્દોષ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. પરંતુ હવે આ હુમલા ઉપર ઇઝરાયેલે સંયમ રાખવાની જરુર છે. તેમજ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું કે નિર્દોષ નાગરિકોની સુરક્ષા કરવાની ઇઝરાયેલની નૈતિક ફરજ છે.

ગાઝા પટ્ટીમાં 15,200 થી વધુ નાગરિકોના મૃત્યુ
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 7 ઓક્ટોબરે યુદ્ધની શરૂઆતથી ગાઝા પટ્ટીમાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. જે હવે વધીને 15,200 થી વધુ થઈ ગઈ છે. યુદ્ધવિરામ પહેલા 20 નવેમ્બર સુધી આ સંખ્યા 13,300 હતી. જે સતત વધી રહી છે. તેમજ હાલ ગાઝામાં 40,000થી વધુ લોકો ઘાયલ થયા છે.

Most Popular

To Top