વડોદરા: જન્માષ્ટમી ને માત્ર એક દિવસ બાકી છે ત્યારે શહેરના ઇસ્કોન મંદિર માં 7 સપ્ટેમ્બર ના જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી થનાર છે.જન્માષ્ટમી મહા મહોત્સવ ની તડમાર તૈયારીઓ શરૂ કરાઈ છે ભગવાન ને વિશેષ શ્રુંગાર તેમજ મંદિર ને વિવધ રંગી ફૂલો થી તેમજ મંડપ થી શણગારવામાં આવશે. જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર એક દિવસ બાકી છે તેવામાં શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ ચાલુ છે. જન્માષ્ટમીના દિવસે હજારો દર્શનાર્થીઓ આવશે. તદુપરાંત જન્માષ્ટમીના દિવસે ઘણા બધા રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, મંદિરે દર્શન કરવા માટે આવશે.
જેમના માટે વિશેષ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો દ્વારા શણગારી ને મંદિરને રોશનગાર કરવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત સવારે 4:30 વાગ્યે મંગળા આરતી થશે ત્યારબાદ સવારે 8:30 વાગ્યે શ્રુંગાર દર્શન થશે. સવારે 9 વાગ્યે ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે અને 10 વાગ્યે શ્રી કૃષ્ણ લીલા અને ભગવાનનો અભિષેક શરૂ થશે અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે જન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે.
મધુર કીર્તન લાભ મંદિરના પ્રાંગણમાં બેસેલા દર્શનાર્થીઓને મળે તે હેતુથી મંદિરના પ્રાંગણમાં સમગ્ર વાતાવરણ દિવ્ય ભક્તિમય મધુર કીર્તન થી ગુંજી ઉઠશે. જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા માટે આવનાર સૌ દર્શનાર્થીઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે પુરા દિવસ દરમિયાન ચાલુ રહેશે.જયારે બાકી ના દિવસો માં પધારતા દર્શનાર્થીઓ માટે ખીચડી પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે જે સાંજે 5 વાગ્યાં થી શરુ થશે. વિશ્વહિન્દૂ પરિષદ ને 60 વર્ષ પુરા થવા નિમિતે જન્માષ્ટમી ના દિવસે સાંજે 4:30 કલાકે શોભાયાત્રા નુ આયોજન કરેલ છે. જેનું પ્રસ્થાન રેલવે સ્ટેશન થી શરૂ થઇ વડોદરા ના રાજમાર્ગો પર ભ્રમણ કરી સુરસાગર ના પાળે હઠીલા હનુમાનજી મંદિરે સમાપન થશે.