National

ભારતના ખેડૂત આંદોલન પર ISI ની નજર, ગુપ્તચર એજન્સીનું એલર્ટ

ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર ખેડૂત આંદોલન (Farmer’s Protest)માં હિંસા ભડકી શકે છે અને તોડફોડ થઇ શકે છે.

ખેડૂતોના પ્રદર્શનને મદ્દેનજર દિલ્હીમાં એલર્ટ
તમને જણાવી દઇએ કે આજે 26 જૂનના રોજ ખેડૂત પ્રદર્શનકારી દેશભરમાં કેંદ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Agriculture Laws) ના વિરૂદ્ધ પ્રદર્શન કરશે. સત્તાવાર સૂત્રોના, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ ઇંડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) ને એલર્ટ કર્યું છે. ગુપ્તચર એજન્સીએ એક લેટર મોકલી દિલ્હી પોલીસને એલર્ટ કર્યું.

જાણવા મળ્યા મુજબ ગુપ્તચર એજન્સીએ દિલ્હી પોલીસ અને સીઆઈએસએફને સતર્ક રહેવા માટે કહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, આજે (26 જૂન)ના રોજ ખેડૂતો પ્રદર્શન કરવાના છે અને આઈએસઆઈના એજન્ટ તેમાં તૈનાત જવાનો વિરૂદ્ધ હિંસા ભડકાવી શકે છે. દિલ્હી પોલીસને આ મામલે પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે.

મેટ્રો સ્ટેશન બંધ રહેશે
જાણવા મળ્યા મુજબ સુરક્ષા માટેની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે અને શનિવારે અમુક કલાકો માટે કેટલાક મેટ્રો સ્ટેશન પણ બંધ રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે દિલ્હી મેટ્રો કોર્પોરેશને શનિવારે સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી 3 મેટ્રો સ્ટેશન વિશ્વવિદ્યાલય, સિવિલ લાઈન્સ અને વિધાનસભાને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસની સલાહ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રીની વિનંતી
દિલ્હીના સરહદી વિસ્તારોમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે આજે અન્ય કેટલાય જૂથ પણ સામેલ થઈ શકે છે. જોકે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે ખેડૂત સંઘોને પોતાનું આંદોલન પૂરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે 11 તબક્કાની ચર્ચા કરી ચુકી છે અને કૃષિ કાયદા ખેડૂતોના જીવનને વધુ સારૂ બનાવવા લાવવામાં આવ્યા છે.

Most Popular

To Top