National

પિન્ક બોલ ટેસ્ટ સાથે ઇશાંત શર્માએ ટેસ્ટ રમવાની સદી ફટકારી

અમદાવાદ, તા. 24 : ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્માએ આજે અહીં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં મેદાનમાં ઉતરવાની સાથે જ પોતાની કેરિયરની 100મી ટેસ્ટ રમી હતી. આ સાથે જ તે ટેસ્ટ રમવાની સદી ફટકારનારો દિગ્ગજ ઝડપી બોલર કપિલ દેવ પછી માત્ર બીજો ઝડપી બોલર બન્યો હતો. જો કે ઓવરઓલ ભારતીય ખેલાડીઓને ધ્યાને લેવામાં આવે તો 100 ટેસ્ટ રમનારો ઇશાંત 11મો ભારતીય ખેલાડી બન્યો હતો. ભારત વતી સર્વાધિક ટેસ્ટ રમવા મામલે ટોચના સ્થાને સચિન તેંદુલકર છે, જેણે 200 ટેસ્ટ રમી છે અને તેના પછી 163 ટેસ્ટ સાથે રાહુલ દ્રવિડનો નંબર આવે છે.
2007માં બાંગ્લાદેશ સામે ઢાકામાં પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર ઇશાંતે પોતાની 100મી ટેસ્ટ પહેલા 99 ટેસ્ટમાં 32.22ની એવરેજથી 302 વિકેટ ખેરવી હતી. ઇશાંતે ઘરઆંગણે આ પહેલા 39 ટેસ્ટમાં 103 જ્યારે વિદેશમાં 60 ટેસ્ટમાં 199 વિકેટ લીધી છે. ઘરઆંગણે એક મેચમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 78 રનમાં 9 વિકેટ જ્યારે વિદેશમાં 108 રનમાં 10 વિકેટનું છે.

ભારત વતી સર્વાધિક ટેસ્ટ રમનારા ખેલાડીઓ
ખેલાડી ટેસ્ટ
સચિન તેંદુલકર 200
રાહુલ દ્રવિડ 163
વીવીએસ લક્ષ્મણ 134
અનિલ કુંબલે 132
કપિલ દેવ 131
સુનિલ ગાવસ્કર 125
દિલીપ વેંગસરકર 116
સૌરવ ગાંગુલી 113
હરભજન સિંહ 103
વિરેન્દ્ર સેહવાગ 103
ઇશાંત શર્મા 100*

ઇશાંતને 100 ટેસ્ટની સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્પેશિયલ કેપ અને સ્મૃતિચિન્હ આપ્યા

ભારતીય ટીમનો ઝડપી બોલર ઇશાંત શર્મા આજથી અમદાવાદમાં શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ રમવા ઉતર્યો તેની સાથે જ તેણે પોતાની કેરિયરની 100મી ટેસ્ટ પુરી કરી હતી. સ્ટેડિયમના લોકાર્પણ માટે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઇશાંતને એક સ્મૃતિ ચિન્હ જ્યારે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્પેશિયલ કેપ ભેટમાં આપવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top