નવી દિલ્હી: ભારતના બે યુવાન બેટ્સમેન વચ્ચેના ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભારત વતી વન-ડેમાં બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ (Shubhman Gill) અને ઈશાન કિશન (Ishan Kishan) વચ્ચેનો આ વિડીયો તેમના ચાહકોમાં અચરજ જન્માવી રહ્યાં છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ઈશાન કિશન કોઈક વાતે શુભમન ગિલ પર ગુસ્સો કરી રહ્યો છે. વાત એટલી વણસે છે કે ઈશાન કિશન શુભમન ગિલને તમાચો (Ishan Kishan Slap Shubhman Gill) મારી દે છે.
ભારતના યુવાન ક્રિકેટરોના ઝળહળતા પ્રદર્શનના લીધે ભારતીય ક્રિકેટ માટે વર્ષ 2023ની શરૂઆત ખૂબ જ સારી રહી છે. બાંગ્લાદેશ સામે વન ડે શ્રેણીમાં ડાબોડી વિકેટ કિપર બેટ્સમેન ઈશાન કિશને બેવડી સદી ફટકારી ચારેકોર પ્રશંસા મેળવી હતી. હજુ ઈશાન કિશનની બેવડી સદીને લોકો ભૂલે તે પહેલાં તો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે બેવડી સદી ફટકારી ભારત વતી સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ત્યાર બાદ શુભમન ગિલની કૌવત ટી-20માં પણ ઝળક્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટી-20 મેચમાં શુભમન ગિલે સેન્ચુરી ફટકારી હતી. તે સાથે જ શુભમન ગિલ ભારતીય ક્રિકેટ જગતનો નવો સ્ટાર બની ગયો છે. આ યુવાન સ્ટારની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ છે. ટૂંકા સમયમાં ટેસ્ટ, વનડે અને ટી-20માં સદી-બેવડી સદી ફટકારી શુભમન ગિલ સૌ કોઈનો મનપસંદ ક્રિકેટર બની ગયો છે, ત્યારે શુભમન ગિલને ઈશાન કિશને થપ્પડ મારી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ખરેખર તો શુભમન ગિલ, ઈશાન કિશન અને યુઝવેન્દ્ર ચહલે એક રિલ બનાવી છે. આ રિલ શુભમન ગિલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. રીલમાં ત્રણેય ક્રિકેટર્સ રોડીઝના શોની નકલ ઉતારતા જોવા મળી રહ્યાં છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ અને ઈશાન કિશન જ્જ બન્યા છે અને શુભમન ગિલ સ્પર્ધક. શુભમન ગિલના ઓડિશન પર ઈશાન કિશન ગુસ્સે ભરાઈને ટુવાલ જમીન પર ફેંકે છે અને ત્યાર બાદ વાંદરાની જેમ જમ્પ મારતો તે શુભમન ગિલ પરથી પલંગ પર કૂદે છે, ત્યાર બાદ ઈશાન કિશન મજાકમાં શુભમન ગિલને થપ્પડ પણ મારી દે છે. આ વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. શુભમન ગિલ અને ઈશાન કિશનના ચાહકો આ વિડીયોની મજા માણી રહ્યાં છે.
શુભમન ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો પાંચમાં ભારતીય બન્યો
ટી20માં શુભમને સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેની પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી આ કરી ચુક્યા છે. ગીલ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેનાથી આશા રાખવામાં આવે છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરી શકે છે.