Charchapatra

શું આ છે દેશનો અમૃતકાળ?

વાયર નામે ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર ક્રોની કેપીટાલિઝમ તરીકે જે નવી અર્થવ્યવસ્થાની નીતિ સરકારે અપનાવી છે તેનાથી ગણતરીના ઉદ્યોગપતિઓને જ લાભ થાય છે. સરકારની નીતિ અને નિયમોનુસાર સરકાર પોતાની માલિકીનાં સંસાધનો, પોતાના માનીતા જ ઉદ્યોગપતિઓને ઉપલબ્ધ કરાવી આપે છે અને એમના તરફ કુણું વલણજ અપનાવે છે. નાણાંકીય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ છે. બેંકના ગવર્નર જેવા પદો ઉપર પણ સરકાર પોતાના જ માણસોને યેનકેન પ્રકારે ગોઠવી દે છે.

પી.એમ બન્યાના પહેલા સાડા આઠ મહિનામાંજ બેંકોએ 12 લાખ કરોડ ગુમાવ્યા છે. 1209606 કરોડ રૂપિયાની આજ માનીતા ઉદ્યોગપતિઓએ છેતરપીંડી કરી વિદેશ ભાગી ગયા. 8 જુન બેંકના ગવર્નરે ઇજ્જર બચાવવા એક સરકયુલર બહાર પાડયો. આજ ભાગેડુઓ કે જેમણે જે તે બેંકમાંથી ઉચાપત કરી છે તેઓ બેક સાથે સેટલમેન્ટ કરે. એક રૂપિયામાંથી દશ પૈસા પાછા આપે. વર્ષો વર્ષ દેવાને ફોરવર્ડ કવાથી શું ફાયદો? બેંકોએ એમના દેવા લખી વાળવા સિવાય કોઇ જ રસ્તો નથી. કારણ કે આ રકમ પાછી તો આવવાની હમણા તો શકયતા દેખાતી નથી. કારણ કે આ રકમ પાછી તો આવવાની હમણા તો શકયતા દેખાતી નથી. આવા દેવાદારને દેશની મસમોટી રકમ ડૂબાડનારને તો આ સરકારે રાષ્ટ્રીય દેવાદાર જાહેર કરવા જોઇએ.

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડો. રઘુરામ રાજન પાસે કહેવાય છે કે ચુંટણી ટાણે પી.એમએ કરોડો રૂા.ની માંગણી કરેલ અને આજ ગવર્નર ડો. રઘુરામ રાજને આર્થિક નીતિ નિયમોના વિરોધની વાત હોય મોટી રકમ આપવા સ્પષ્ટ ના કહી દીધેલ. આમ રાજકીય ભોગ બનનાર આ ગવર્નરને ટૂંક સમયમાં જ ગવર્નરપદેથી ઠગેડી મુકવામાં આવ્યા. જેથી ફરીવાર ઉધાર તરફનો આંકડો માંડી શકાય. 2018, 31 ડિસેમ્બર સુધીમાં રિઝર્વ બેંકના આંકડા અનુસાર 864833 કરોડ રૂપિયાની બેંકોએ માંડવાળી કરી આરબીઆઇના દર નક્કી કરતા સમિતિના સભ્ય મનમોહન સિંહની સરકારની મુદ્દત પૂરી થઇ ત્યારે ભારતનું પ્રમાણ 4.1 ટકા તું. જે અત્યારે 12.17 ટકા જેટલુ થયું છે. રિઝર્વ બેંકના ગવર્નરે સરકયુલર લખ્યો છે કે આવો અને બેંકો સાથે ફડચો કરી જાવ. આજ છે આપણા ભારત દેશની આર્થિક નીતિ. આ બધુ ભારતની પ્રજા કયારે સમજશે. કયારે જાગશે? શું આને દેશનો અમૃતકાળ કહેવાય?
નવસારી           – એન. ગરાસીયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હમદર્દીનો ગેરલાભ ઉઠાવનાર શો મેન
ફિલ્મી જગતમાં પ્રથમ ભોળપણનો મુખવટો પહેરનાર રાજકપૂર અભિનેત્રઓનું શારીરિક અને માનસિક તમજ યૌન શોષણ કરનાર હોવા છતા મરતે દમ તક તેણે સદ્‌ગૃહસ્થની ઇમેજ જાળવી રાખી. આજે રાહુલ ગાંધી ગેરેજમાં મોટર મીકેનીક, ખેતરમાં બીજ રોપવા, સંસદમાં પ્રધાનને ભેટવું, ખેતરમાં ટ્રેકટર ચલાવવુ, ખેત મજુરો સાથે ઝુપડામાં ભોજન પીરસવુ,સમાજના દરેક ક્ષેત્રના લોકો સાથે આત્મીયતા કેળવવાની ઇમેજ ઉભી કરવી. હરિયાણાના કૃષિ મંત્રીએ કહ્યું હતું કે મે રાહુલ ગાંધી 45 ડીગ્રી તાપમાનમાન ખેતરોમાં ઉતર્યા હત તો તેઓ ખેડૂતોની અને આમઆદમીની પીડા સમજી શકયા હોત.
સુરત              – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top