તા. ૨૮ ડિસેમ્બરના રોજ મારે મારી પોતાની શારીરિક સારવાર કરાવવા માટે સાઉથ ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર ઉગત ભેંસાણ રોડ જહાંગીરાબાદનાં સેન્ટરમાં જવાનું થયું. હાલમાં ત્યા જે સારવાર મળે છે તે તદ્દન મફતમાં મળે છે. પ્રથમવાર કેસ કઢાવવા કે ફાઇલ બનાવવાનો પણ કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યાં હોસ્પિટલના સ્ટાફમાં કેસ કઢાવવાથી માંડીને તમામ વોર્ડમાં મોટાભાગે સિસ્ટર્સ (નર્સ) જ કામ કરે છે. તેમનો પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવ અને વાત કરવાની તેમની વાણી વિવેકમાં એટલી બધી નમ્રતા છે કે જે આપણા મન હૃદયને સ્પર્શી જાય છે. જેનાથી જાણે આપણુ અડધુ દુ:ખ તો ભુલાય જ જાય એવુ મહેસુસ થાય છે. પણ પેલી કહેવત છે કે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવું છે. ભેંસાણ જતા મેઇન રોડ ઉપરથી હોસ્પિટલનાં કેમ્પસમાં દાખલ થઇએ એટલે મુખ્ય સેન્ટર સુધીનો રસ્તો જાણે મોટા મોટા કપચા પુરીને કેમ્પરરી કામ માટે જ રોડ બનાવેલ હોય તેવું લાગે છે.
જાણે કોઇને આવી સેવાભાવી સંસ્થાની પડી જ નથી. બાકી તો હોસ્પિટલની અંદર અને તમામ વોર્ડની સાફસફાઇ ઉડીને આંખે વળગે તેવી સુંદર છે. નવાઇની વાત તો એ છે કે દેશમાં ગુજરાતમાં અને સુરતમાં પણ ભાજપની સત્તા છે. અને આ હોસ્પિટલનાં સ્થાપક પણ જનસંઘથી લઇ ભાજપમાં પાર્ટી અને સરકારમાં સૌથી વધુ પ્રભાવી એવા સ્વર્ગસ્થ કાશીરામ રાણા હતા. જેમણે પોતે સદર સંસ્થાને બિન સરકારી સેવાભાવી સ્વાયત્ત સંસ્થા તરીકે ઉમદા ભાવનાથી સ્થાપેલી તેવી સંસ્થાની આવી દુર્દશા માટે કોણ જવાબદારકે જયા નાના મોટા વાહનો પાર્ક કરવાની પણ કોઇ સગવડ નથી. શું આ બાબતમાં ભાજપનાં સત્તાધિશો કંઇક ઘટતુ કરશે ખરા?
સુરત – કીકુભાઇ જી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઓપીનીયન પોલ કે હોય એકઝીટ પોલ બધામાં હોય પોલમપોલ
રાવણના દશ માથા જેવા દશ દશ આઇડી વાળા થઇ ગયા હોય ત્યારે રાવણને બાળવાના કર્મકાંડ કે રામમંદિર બાંધવાથી ભારતને કોંગ્રેસ મુકત કરવું અસંભવામિ છે. કહેવાની લોકશાહી માત્ર નંબરની ગેઇમ બની ગઇ છે. ડીજીટલના વિજાણુ માધ્યમ કે હાર્ડ કોપીવાળા મુદ્રણ માધ્યમને પણ એક યા વાયરસથી ઇન્ફેકટ છે તેનો સામો રીપોર્ટ તેની પાસે ન હોય તો બધે પોલમપોલ જ હોય ને?
ધરમપુર – ધીરૂ મેરાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.