Charchapatra

આ મોબાઈલ કંપનીની લૂંટને રોકનાર કોઈ છે કે નહીં?

આ મોબાઈલ કંપનીઓ છાસવારે અચાનક ભાવવધારો કરી દે છે. પહેલાં ઇન્કમિંગ લાઈફ ટાઈમ વેલેડીટી મળતી હતી. આપને બધાએ હોંશે હોંશે રૂપિયા ભરી લાઈફ ટાઈમ વેલેડીટી મેળવી હતી. પછી શું થયું? હવે 28 દિવસમાં જ જો તમે નવું રિચાર્જ ના કરાવો તો તમારા ફોનમાં ઇન્ટરેન્ટ બંધ થઈ જશે. તમે ફોન કરી શકશો નહીં. લાઈફ ટાઈમ વેલેડીટી ક્યાં ગઈ? એના આપને આશરે 45 કરોડ લોકોના ભરેલા રૂપિયા ક્યાં ગયા? કોઈ પૂછતું જ નથી?

કોઈને યાદ કેમ નથી? કોઈ પણ મહિનો સામાન્ય રીતે 30 દિવસનો હોય છે ( ફેબ્રુઆરી સિવાય ) દરેક વ્યવહાર વ્યવસ્થા 30 દિવસના મહિનો એ હિસાબે જ થાય છે. એ પ્રમાણે બધું બરાબર સેટ થયેલું છે. બધું બરાબર ચાલે જ છે. આ મોબાઈલ કંપનીઓ આજે વર્ષોથી આપને 45 કરોડ મોબાઈલ ધારકોને ઉલ્લુ બનાવી રહી છે. સરેઆમ છેતરપિંડી કરી રહી છે. 30 દિવસના મહિનાના બદલે 28 દિવસનો મહિનો ગણે છે. કોઈ વાંધો ઉઠાવતું નથી. કોઈ ગણતરી કરતું નથી.

કોઈ સવાલ કરતું નથી. આખા વિશ્વમાં આખી દુનિયામાં માત્ર મોબાઈલ કંપનીઓ જ 30 દિવસના બદલે  28 દિવસનો ગણે છે. આ કેમ ચાલે? 28 દિવસમાં હજુ બે ચાર દિવસની વાર હોય ત્યારે કંપનીમાંથી આપને ફોન મેસેજોનો મારો ચાલુ થઈ જાય છે રિચાર્જ કરો, રિચાર્જ કરો.  આમાં આપનામાં કોઈને કામ હોય કે અમુક વ્યક્તિઓ હરખપડુદા થઈ 26 મા કે 27 મા દિવસે જ રિચાર્જ કરાવી દે છે તેનાથી કંપનીને ફાયદો થાય છે. એક બે દિવસ આ અને 30 ના બદલે 28 દિવસ કંપની ગણે છે એમાં કંપનીને દર મહિને ત્રણ ચાર દિવસનો દર મહિને ફાયદો થાય છે. દર મહિને ચાર દિવસ ગણીએ તો બાર મહિનામાં કંપનીને 48 દિવસનો ફાયદો થાય છે.

ત્રણ દિવસ દર મહિનાના ગણીએ તો દર વરસે કંપનીને 36 દિવસનો ફાયદો થાય છે એટલે કંપનીને વર્ષે એક મહિનાના 28 દિવસ કંપનીના હિસાબે ગણીએ તો એક  મહિનો અને બીજા 8 દિવસ અથવા તો એક મહિનો અને બીજા 20 દિવસનો ફાયદો થાય છે એટલે કે કંપની 28 દિવસનો મહિનો ગણી વર્ષમાં આપની પાસે 12 ના બદલે 13 વાર રિચાર્જ કરાવે છે બીજા ઉપરના દિવસો તો હજુ આપને ગણવાના બાકી છે. દર ગ્રાહકને એક દોઢ મહિના દર વર્ષે વધારે રિચાર્જ કરાવવું પડે છે. તમે વિચારો આશરે 45 કરોડ ગ્રાહકોના એક મહિનામાં વધારે રિચાર્જ કરવાના રૂપિયા કેટલા અબજો ખરવો રૂપિયા થાય. 

બી. એસ. એન એલ. ભારત સંચાર નિગમ લિમિટેડમા એક્દમ સસ્તી અને સારી ઓફર હમેશા ચાલુ જ હોય છે સરકાર અને સરકારી બાબુઓના પાપે બી. એસ. એન. એલ. ખોટમાં જઈ રહી છે સારી સરકારી કંપનીને બદલે પ્રાયવેટ ખાનગી કંપનીઓને જાણે લૂંટનો પરવાનો અપાઈ રહ્યો છે  આ મોબાઈલ કંપનીઓની ઉઘાડેછોગ સરેઆમ ચાલતી લૂંટને રોકવી કેવી રીતે? એક હકીકત તો આપને માનવી જ પડશે આપને ડ્રગ્સની જેમ મોબાઈલના ગુલામ બની ગયા છે મોબાઈલ આપને ચલાવતા નથી મોબાઈલ આપણને ગેરમાર્ગે ચલાવી ગુમરાહ કરી રહ્યો છે મોબાઈલ આપણને ખોટા રસ્તે વિનાશ ઉજાગરા ડિસ્પ્રેશન માનસિકબીમારીના રસ્તે લઈ જઈ રહ્યો છે  હજુ પણ આપને બધા જાગૃત થઈ જઈએ. સચેત સાવધાન થઈ જઈએ નહીં તો પછી આપણને કોઈ બચાવી શકશે નહીં.
સુરત  – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top