Charchapatra

જાહેર સાહસોની બેન્કને ફોન કરવાનો કોઇ અર્થ હોય છે ખરો?

હમણા થોડા દિવસ પહેલા શ્રી અનિલભાઈ શાહનુ ઓફિસોમાં કર્મચારીઓના મોબાઈલ પર પાબંધી :લગાવવી જોઈએ તેવું સૂચન કરતું ચર્ચાપત્ર વાંચી આ લખવા પ્રેરાયો છું. મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રજાને જ્યારે ઘણી જાહેર સાહસોની કચેરીઓમાં કોઈ પુછપરછ કરવી હોય કે કોઈ પ્રશ્નની રજુઆત કરવી હોય ત્યારે બધી વખતે લોકોને અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને એ ઓફીસની રૂબરુ મુલાકાત લેવાનું અનેક કારણોસર સંભવ નથી હોતું તે ઓફીસનો લેન્ડ લાઈન ફોન ગ્રાહક કે પ્રજા જાણતી હોય તો તેનો ઉપયોગ કરી શકે પણ સામાન્ય પ્રજાનો અનુભવ એવો છે કે જે તે ઓફીસમાં ફોન કોઈ ઉપાડતું જ નથી. આમ વાત કર નો જાહેર ક્ષેત્રની બેન્કો અને તેમાં પણ એક રાષ્ટ્રિય કૃત બેન્કમાં તો તેની શાખા, ક્ષેત્રિય ઓફીસ, હેડ ઓફિસ કે જ્યાં એ બેન્કના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર બેસે છે. તેમની ઓફીસનો તેમનો પી એ નો ફોન કે, તે મોટી ઓફીસના ઓપરેટર પાસે ચાર, પાંચ હેંગીગ નંબરોનું બોર્ડ હોવા છતાં ગમે ત્યારે ફોન કરવામાં આવે તો તમને થોડો વખત પછી ત્રણ ભાષામાં સાંભળવા મળે કે તમે જે ફોન ડાયલ કર્યો છે તે કોઈ ઉપાડતું નથી.

આવા સંજોગોમાં પ્રજાને, કોઈ નાગરિકને જે તે કચેરીના કોઈ સ્ટાફનો મોબાઈલ નંબર ખબર હોય અને તે જે તે કર્મચારીની મદદ કરવાની ભાવના હોય તો નાગરિકો ત્રાસમાંથી બચી શકે વળી આવી ઓફીસોમાં ફોન દ્વારા સંવાદ નથી સધાતો ત્યારે ઈમેલ કરીએ તો ઈમેલનો જવાબ પણ ઘણી ખરી ઓફીસો આપતી જ નથી. જે જાહેર સાહસોની કચેરી સામે આવી કરિયાદ હોય તો તેને સરકાર સમક્ષ વાચા આપવી જોઈએ. એક રાષ્ટ્રિય કૃત બેન્કની ઘણી શાખાના ગ્રાહકો તો તેમની પાસબુકમાં શું છપાયું છે. તે વાંચી શકતા જ નથી આ માટે પણ ઉચ્ચ પદાધિકારીઓને ફરિયાદ ફોન ઉપાડે તો કરાય ને? આશા રાખીયે કે જાહેર સાહસોની કચેરીઓના વડાઓ આ બાબતે ઘટતું કરશે. અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર આ ખાતાઓના વડાઓ સામે યોગ્ય નસિયતના પગલા ભરે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ફ્રોડ જયોતિષોથી સાવધાન
હાલમાં જ વરાછા મીનીબજારમાં ધંધો કરતા હીરાના વેપારીના સસરાને તમારા ગામનાં પ્લોટમાં ધન છે અને જો તમે મારી સૂચના અનુસાર વિધી કરાવશો તોહું એ ધન કાઢી આપીશ તમારી બીજી તકલીફો અને કેન્સરને જડ-મૂળમાંથી દૂર કરી આપીશ એવુ જણાવીને ઓફિસ ધરાવનાર જયોતિષે પ્રભાવક વાણી દ્વારા 28.10 પડાવી લીધા હતા. ભોગ બનનાર વ્યક્તિને તેમની સાથે છેતરપિંડી થઇ છે તેની જાણ થતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ જયોતિષે આ અગાઉ પણ વિધિના નામે અગણિત નિર્દોષ લોકોને છેતર્યાની આશંકાચે જે ભોગ બનનાર વ્યક્તિઓએ ફરિયાદ નોંધાવી નહીં હોય. સુરતની જનતાએ આવા સુરતમાં અનેક જગ્યાએ ઓફિસો ધરાવનાર ફ્રોડ જયોતિષોથી સાવધાન અને જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે આવા જયોતિષો વાણી દ્વારા ભ્રમિત કરવામાં ખુબ જ નિપૂર્ણ હોયછે.
સુરત     – રાજુ રાવલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top