Charchapatra

ડ્રગ અને ગનમાં કંઇ ફેર છે?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે પોતાનું ધાર્યુ કર્યુ. વેનેઝુએલા પર આક્રમણ કરી તેના રાષ્ટ્રપ્રમુખ અને તેની પત્નીને બંદી બનાવી અમેરિકા લઇ આવ્યા. તેનું એક કારણ એવું છે કે વેનેઝુએલા અમેરિકન પ્રજાને ડ્રગને રવાડે ચડાવે છે. પણ વેનેઝુએલાના પ્રમુખે અમેરિકન જનતાને વ્યસનને માર્ગે દોરી હોય એવા કોઇ પુરાવા નથી. તમારી જનતા ડ્રગને રવાડે ચડે તો તેને તેમ ન કરવા સમજાવટ, કાયદા પ્રમાણેની કાર્યવાહી વગેરે છે. દારૂબંધીનો કાયદો સફળ કરવા સરકારો પ્રચારકાર્ય કરતી જ હોય છે. સામાજીક કાર્યકરો આ બાબતમાં ઘણાં સહાયભૂત થાય.

મુદ્દાની વાત ત્યાં આવે છે કે ડ્રગનું ઉત્પાદન કરનારા જે દેશો છે તેમાં બર્મા, થાયલેન્ડ અને લાઓસ (અફીણ અને હેરોઇન), કોલંબિયા, પેરૂ, બોલેવિયા (કોકેઇન), મેક્સિકો (કેનાબીસ, હેરોઇન), અફઘાનિસ્તાન (અફીણ) હવે મજાની વાત એ છે કે આ ડ્રગની ખેતી કરવાને બદલે અમુક દેશો ફેક્ટરીઓમાં ડ્રગ બનાવે છે. દા.ત. નેધરલેન્ડ, બેલ્જીયમ અને ભારતમાં પણ ઘણી જગ્યાઓએ આવી ફેક્ટરીઓ પકડાઇ છે. હવે સવાલ એ છે કે આ દેશો આ નશાવાળા પદાર્થો પેદા કેમ કરે છે. પહેલું તો એ કે તેમાં નફો જબરજસ્ત છે, બીજું જે લોકો કંઇક આર્થિક પ્રવૃત્તિ કરવા માગે છે, પરંતુ તેમ કરવાનો તેમની પાસે કોઇ રસ્તો નથી તે આ ધંધે પડે છે. અમેરિકા પોતે જીવલેણ શસ્ત્રો બનાવે છે તે પણ ડ્રગ જેવો જ ધંધો છે.
અડાજણ, સુરત       – ભરતભાઈ આર. પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top