Charchapatra

શું ભવિષ્યમા શાળાઓના અસ્તિત્વ સામે ખતરો છે?

આપણે હમણાં હમણાં ટ્યુશન ક્લાસો કોચિંગ ક્લાસોની બોલબાલા છે અરે ઘણી જગ્યા પર તો વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ કે ટ્યુશન ક્લાસમા નિયમિત હાજરી આપે છે શાળા કોલેજોમા તો માંડ માંડ હાજરી આપે છેસામાન્ય રીતે શાળા કોલેજ 4/5 કલાક ચાલે છે ટ્યુશન ક્લાસોમા કલાક કલાકના બેચ હોય છે પણ હવે એમ થાય છે કે શાળા કોલેજો જે 4/5 કલાક વ્યવસ્થિત ચાલે છે એના કરતા કલાક ચાલતા ટ્યુશન ક્લાસ કોચિંગ ક્લાસોની ફી બમણી હોય છે જાણે કેરી કરતા ફેંકી દેવાના ગોટલાનો ભાવ બમણો.

દર વખતે એસ. એસ. સી. કે એચ. એચ. સી. ના પરિણામો જાહેર થાય કે તરત જ બીજે દિવસે આગળથી ખબર હોય એમ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસોના નામ સાથે મોટી મોટી જાહેરાતો આવી જાય છે તમે દયાનથી આ જાહેરાત જોજો એક જ વિદ્યાર્થીનુ નામ અને ફોટો અલગ અલગ ક્લાસોની જાહેરાતોમા જોવા મળશે શું એક જ વિદ્યાર્થી એક જ સમયે બધા ક્લાસોમાં જાદુથી હાજર રહેતો હશે. ખરેખર આ ક્લાસો ચાલુ થયા ત્યારથી શાળાનુ અને શાળાના શિક્ષકોનુ મૂલ્ય ધીમે ધીમે ઘટી ગયું છે હવે તો સાવ ઘટી ગયું છે આ ક્લાસો આપણી શાળાઓ માટે યમદૂત પુરવાર થઈ રહ્યા છે મને તો એમ લાગે છે કે ભવિષ્યમા શાળા અને શિક્ષકોનું અસ્તિત્વ રહેશે કે કેમ? શું શાળાઓમાં નિયમિત સારુ શિક્ષણ અપાતું નથી? : શું આપણી શાળા ખાલી ફી ઉઘરાવવા માટે જ છે?

શુ આપણા શિક્ષકો કાબેલ દક્ષ હોશિયાર નથી? શુ આપણા શિક્ષકોને ભણાવતા આવડતું નથી? શું આપણા વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ મેળવવામા રસ નથી? શું શાળાઓમાંથી ટ્યુશનિયાશિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના ખાનગી ક્લાસીસોમા દાખલ થવા મજબુર કરે છે? શુ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસીસોમા પ્રવેશ ના લે તો એ વિદ્યાર્થીને નાપાસ કરવાની ધમકી અપાય છે? એ વિદ્યાર્થીને ઓછા માર્ક આપી એના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવે છે? શું વિદ્યાર્થીને પોતાના સાથી વિદ્યાર્થી મિત્રોને આવા ક્લાસીસોમા એડમિશન અપાવવા ધમકાવી ડરાવવામા આવે છે? શુ અત્યારે શાળાઓ અપેક્ષિત ગાઈડોના સહારે જ ચાલે છે?

શું હવે શાળાઓમાં બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય નથી? શું આજના શિક્ષકો ક્લાસરૂમમાં પ્રવેશતા પહેલા પૂર્વતૈયારી કરીને આવતા નથી? શું આજે ક્લાસરૂમો હોમવર્કના સહારે જ ચાલી રહ્યા છે? શું આપણી પાસે માતૃભાષા ગુજરાતીના સંનિષ્ઠ કાબેલ શિક્ષકો નથી? શું ટ્યુશન ક્લાસોના પાપે ગુજરાતી ભુલાય જશે? શું દસમા ધોરણમા ભણતો વિદ્યાર્થી ક્યારેય પણ ગુજરાતીના બે વાક્યો સાચી રીતે બોલી કે વાંચી નહીં શકે? શું ધીમે ધીમે વિદ્યાર્થીઓ માત્ર ટ્યુશન કલાસીસોમા જ જોવા મળશે? શું શાળાના વર્ગખંડો સુમસામ થઈ જશે?

શુ શાળાઓનું મહત્વ ઘટતા શિક્ષકો મજબુરીથી ઘર ચલાવવા ટ્યુશન ક્લાસોના શરણે જાય છે? શું શિક્ષકોને શાળાઓમાં પૂરતો પગાર નથી મળતો કે જેથી શિક્ષક પોતાના પરિવારનુ ભરણપોષણ ઈજ્જતથી સન્માનથી આરામથી કરી શકે? ક્યાં ક્યાં ખામી છે? ક્યાં ક્યાં આપણી ભુલો થાય છે? ક્યાં ક્યાં આપને થાપ ખાય જઈએ છીએ? એના માટે મનોમંથન કોણ કરશે? કોણ દેશના ઉજળા ભવિષ્યનો વિચાર કરશે?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top