Business

સંસદભવનમાં સ્વાસ્થ્ય માટે અલાયદા ઓરડાની જરૂર ખરી?

તારીખ 19/12/2024 નું સંસદભવન કોઈ એક ભાઈનું વર્તન રસ્તા પર હોય તેવું જોવા મળ્યું. જે ભારતનું રાજકારણ કેટલું નીચ અને હલ્કી માનસિકતા છતી કરે છે. સાંસદો લોકોના હક માટે નહિ પણ પોતાનો એકડો કાયમ ગૂંથતાં હોય છે તે ફલિત થયું છે. લોકશાહીમાં લોકબોલી કોઈ લગામ ન હોય માટે કોણ કયારે કેવું બોલે તે કોઈ જાણી શકતું નથી. હાલમાં તંત્રે સભાખન્ડની બાજુમાં એક આરોગ્ય ઓરડો રાખવો જરૂરી છે. જો કોઈની બુદ્ધિ છાપરે ચડે તે પહેલાં ત્યાં ઈલાજ કરી શકાય અને શિસ્ત સંસ્કારી સાંસદોને બચાવી શકાય. હાલની પરિસ્થિતિ જોતાં સંસદભવનમાં એક સારો મનોચિકિત્સક પણ રાખવો જરૂરી છે. તે વિસ્તારનાં દસ કે સત્તર લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. લોક અવાજ ફરજ અદા કરે છે. તે અવિરત ચાલુ રહી શકે છે. જે ભવન લોક સમસ્યાના ઉકેલ માટે છે ત્યાં સાંસદો ભારતનાં મોટાં શહેર, નગરો, મહાનગરો પાસે શું આશા રાખી શકાય? ચોરી, બળાત્કાર, ભ્રષ્ટાચાર? ત્રણ મહિનામાં ચાર કલાક પણ સાથે બેસી ન શકતા હોય તો આ સાંસદો 365 દિવસ પ્રજા પાસે શું ન કરાવી શકે? હવે નાગરિકોએ વિચારવાનું છે. આપણે જાતિવાદ કે ધર્મવાદ કરીએ છીએ. તો શું પોતે જવાબદાર છે?
તાપી    – હરીશ ચૌધરી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સોશ્યલ મિડિયાના વ્યાપ વચ્ચે ટી.વી. સમાચાર ચેનલોથી દર્શક વિમુખ?
મિડિયાને દેશની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહીના ચોથા આધાર સ્તંભનું કામ લોકશિક્ષણની ભૂમિકા ભજવવાનું છે. લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું છે.પણ પાછલાં કેટલાંક વર્ષોથી મિડિયાની હરોળમાં સોશ્યલ મિડિયાએ  પણ સ્થાન લીધું છે. પરિણામે  સામાન્ય નાગરિક પોતાનો અવાજ પણ સારી રીતે તેના  થકી રજૂ કરી શકે છે. આ બધાની વચ્ચે ટી.વી. ચેનલોની પણ જાણે આ સોશ્યલ મિડિયા વચ્ચે હરીફાઈ લાગી હોય તેમ પણ લાગી  રહ્યું છે અને કોન્ટેન ક્રિએટરો જે વિષયો ટી.વી. પર દેખાડવામાં આવતા નથી તેવા વિષયોને આવરી  રહ્યા છે.તેના પરિણામે લોકોનો એક વર્ગ સોશ્યલ મિડિયા તરફ વધારે વળ્યો હોય તેમ લાગી રહ્યું છે. વધુમાં   દૂરદર્શનથી શરૂ થયેલી ટેલિવિઝનની સફર હાલમાં હજારો ટી.વી. ચેનલો છે તેમાં 24 કલાક સમાચાર પીરસતી ચેનલો તો ખરી,  પણ આ સમાચાર પીરસતી ચેનલોમાં વિકાસલક્ષી પત્રકારત્વ અને સંશોધનાત્મક પત્રકારત્વ ખોવાઈ ગયું હોય તેમ લાગે છે.લોકોની વચ્ચે જઈ તેમના મન કી બાત બહુ ઓછી ટી.વી. સમાચાર ચેનલો કરે છે.

સાંજની પ્રાઈમ ટાઈમની ડીબેટોમાં ધાર્મિક મુદ્દાઓ, જોરજોરથી બૂમો પાડતાં ટી.વી. એન્કરો સિવાય બીજું કશું જોવા મળે છે ખરું?ડીબેટોમાં  રોજગારી કેવી રીતે આપી શકાય, બેરોજગારી કેવી રીતે ઘટાડી શકાય કે પછી દેશને સુપર પાવર કેવી રીતે બનાવો તે દિશામાં  કેવા પ્રયત્નો કરવા તેની ચર્ચા કરવા કેટલા એક્ષપર્ટો  આવે છે? તે પણ એક ચર્ચાતો સવાલ છે, બદલાતા સમય સાથે બદલાતી તાસીર સાથે ટેલિવિઝન મિડિયાનું સ્વરૂપ બદલાયું છે. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ  નથી. તેના જ પરિણામે હવે ટી.વી.નો ઘણો ખરો વર્ગ સોશ્યલ મિડિયા તરફ વળી ગયો હોય તેમ લાગે છે.
શહેરા    – વિજયસિંહ સોલંકી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top