Gujarat

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાસ-૨ અધિકારીઓની ખાલી જગ્યાની માટે ભરતી માટે જાહેરાતમાં મોટી સરતચૂક? કે પછી કોઈ અન્ય કારણ?

SMC દ્વારા ક્લાસ-૨ અધિકારીઓની (આસિસ્ટન્ટ એન્જીનીયર) ખાલી જગ્યાની માટે ભરતી માટે જાહેરાત પ્રકાશિત થઇ છે. સ્વાભાવિક છે કે એન્જિનીયરીંગ શાખાના સ્નાતક અને અનુસ્નાતક ઉમેદવારોને એમાં રસ પડે. પરંતુ આ વખતે SMC વેબસાઈટ પર ઓનલાઈન પ્રકાશિત થયેલી જાહેરાતમાં ગંભીર ભૂલ હોવાનું સામે આવ્યું છે. કોઈ સરતચૂકને કારણે આ ભૂલ થઇ છે કે પછી અન્ય કોઈ કારણ છે, એ વિષે ગુજરાતમિત્ર તપાસ કરી રહ્યું છે.

અત્યાર સુધી એવી પ્રથા છે કે ક્લાસ-૩ અને ક્લાસ-૪ ની જગ્યાઓ માટે પ્રથમ ત્રણ વર્ષ સુધી  ફિક્સ પે મુજબ પગાર અપાય છે. પરંતુ ક્લાસ-૨ અધિકારીઓ માટે ક્યારેય ફિક્સ પે સ્ટ્રક્ચરનો અમલ થયો નથી. સાદા શબ્દોમાં કહીએ તો ક્લાસ-૨ અધિકારીઓને ભરતીની સાથે જ રેગ્યુલર પે સ્કેલ મુજબ પગાર તેમજ નિયમિત વાર્ષિક પગારવધારો ચૂકવાય છે.

પરંતુ આ વખતની જાહેરાતમાં છપાયા મુજબ ક્લાસ-૨ અધિકારીઓને પણ પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ પે મુજબ જ પગાર ચુકવાશે. આ શરતે નોકરીવાંછુંઓમાં ભારે ઉહાપોહ જગાવ્યો છે. કારણકે આ જગ્યાઓ પર નોકરીમાં જોડાનાર ઉમેદવારોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત બી.ઈ./બી.ટેક હોય છે. ઈજનેરી શાખાના આવા ઉચ્ચશિક્ષિત ઉમેદવારો માટે ત્રણ વર્ષ સુધી માત્ર 18,500ના માસિક ફિક્સ પે પર કોર્પોરેશન જેવી માતબર સંસ્થા સાથે જોડાવું, એ માત્ર અપમાનજનક નથી, પણ દેશના ટેકનીકલ કૌશલ્ય ધરાવનાર યુવાપેઢી માટે હતાશાજનક પણ છે.

મહત્વની વાત એ છે કે ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC માં પણ સમાન હોદ્દાઓ માટે ફિક્સ પેની પ્રથા નથી. એટલું જ નહિ પણ અમદાવાદ સહિતની વિવિધ મ્યુનિસિપલ કોરેપોરેશન્સ તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતમાં પણ સમાન હોદ્દાઓ માટે ફિક્સ પે પ્રથા નથી. હાલમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રકાશિત થયેલ ભરતી માટેની જાહેરાતમાં પણ સમાન હોદ્દાઓ માટે ફિક્સ પે લાગૂ નથી કરાયો. તો પછી એકમાત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ શા માટે ક્લાસ-૨ જેવા મહત્વના હોદ્દા માટે ફિક્સ પે જેવી શોષણકર્તા નીતિ લાગૂ કરવામાં આવી?

શું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલી કોઈ સરતચૂક છે, કે પછી કોઈ અન્ય કારણોસર જાણીજોઈને આ અન્યાયકર્તા શરત લાગૂ કરાઈ છે? આ વિષય હાલમાં યુવા ઇજનેરોમાં ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.

મુદ્દો ૨

બીજો એક મુદ્દો તો હજી વધુ ગંભીર અને હલ્હાળતા અન્યાય સમાન છે. હાલમાં આશરે 500થી વધુ ટેકનીકલ આસિસ્ટન્ટ અને સુપર વાઈઝર ક્લાસ-૩ અને ૪ની જગ્યાઓ પર તાલીમાર્થી તરીકે ફિકસ પે પર ફરજ બજાવી રહ્યા છે. જેઓની નિમણુંક છેલ્લા અઢી વર્ષ દરમિયાન કરવામાં આવેલ હતી. આ પૈકીના અનેક ઉમેદવારો બી.ઈ./બી.ટેક/એમ.ટેક જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત.

આ ઉમેદવારો જો હાલની ક્લાસ-૨ માટેની જગ્યા માટે એપ્લાય કરે તો નવી ગીલ્લી નવો દાવ જેવું થાય. ઉચ્ચ ટેકનીકલ કૌશલ ધરાવતા જે યુવાનો છેલ્લા બે-અઢી વર્ષ સુધી ફિક્સ પેના પિંજરામાં પુરાઈને એસએમસીની સેવા કરતા રહ્યા છે, એમણે ક્લાસ-૨ માં જવા માટે ફરી પાછું બીજા ત્રણ વર્ષ સુધી ફિક્સ પે વેઠવાનો વારો આવે.

Most Popular

To Top