સુરત શહેરના ચોવીસે કલાક ટ્રાફિકથી ધમધમતા એવા સહારા દરવાજે કડોદરા ચાર રસ્તા, પર્વત પાટિયા અને સરદાર માર્કેટ તરફથી શહેરમાં રિંગરોડ અને દિલ્હીગેટ – રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના નાનામોટા વાહનચાલકોને માટે રેલ્વે ગરનાળુ પસાર કરી શહેરમાં જવું એટલે જાણે મંગળની ધરતી અને વરસાદી ખાડાના વિઘ્નો વટાવવા. શહેરના સંબંધિત તમામ વહિવટીતંત્રો, ખાસ કરીને ટ્રાફિક પોલીસ અધિકારીઓ સમેત નાગરિકો માટે સતત ચોકીદારી કરતા શાસકપક્ષના વિવિધ મોરચાના સ્વયંસેવકો પણ આ તકલીફો અને હાલાકીનો ભોગ બનનાર મતદારો પ્રત્યે ક્યારેક તો રોડ રસ્તાઓ ઉપર આવીને વાહનચાલકોની વહારે જશો ખરાં?
કે પછી દરવખતની જેમ ગળામાં અને ખભા ઉપર ચૂંટણીઓ ટાણે કેસરિયા ખેસ રાખી માત્ર ફોટાસેશન કરાવી નૌટંકી કરશો શહેરના તમામ શેરી મહોલ્લાના વળાંકે નડતી રાહદારીઓની , વાહનચાલકોની તકલીફમાં ભાગળ ચાર રસ્તા ઉપર અને ભાગાતળાવથી – અંબાજીરોડ – સોનીફળિયા – ગોપીપુરા – નવસારી બજાર – ઉધના દરવાજા – મજૂરાગેટ – ચોક બજાર જેવા તમામ વિસ્તારની ટ્રાફિક જામની જાહેર સમસ્યાઓથી શું!વહિવટીતંત્ર સાવ અજાણ તો નથી જ ને? તો પછી કાયદાને ધોળી ને પી જતા ..એવા માથાફરેલ લારી ગલ્લાવાળા અને કાયદો તોડતા નાગરિકોથી શેનો ડર કે આંતરિક ફફડાટ -કે કયો ભય તમને સતાવી રહ્યો છે? આવી અનેક વિધ લોકચર્ચાઓ હવે શહેરના ખૂણેખાંખરે સમજદાર અને સાક્ષર નિરક્ષર એવા શહેરવાસીઓ આવી જાહેર સમસ્યાઓના નિવેડા ક્યારેય નથી આવવાનાં. માત્ર લોકટોળુ મળે ને જાહેર રસ્તાઓ ની જગજાહેર સમસ્યાઓ ની ચર્ચાઓ કરી છૂટા પડતા જાય .. આવુ ક્યાં સુધી ચાલશે.
સુરત. -પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.