Comments

ઓલિમ્પિકસ ફિકકી પડતી જાય છે?!

વર્તમાન ઓલિમ્પિકસની દર્શકોની સંખ્યા છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ઓછી છે એમ એક અખબારી હેવાલમાં તાજેતરમાં જણાવાયું હતું. સ્ટેડિયમોમાં મહામારીને કારણે ભૌતિક હાજરીનો સવાલ નથી પણ વિશ્વભરમાં પણ બહુ ઓછા ટેલિવિઝન દર્શકો ઓલિમ્પિકસ જુએ છે અને અહીં જ રસનો અભાવ દેખાય છે. ૧૯૮૮ ની સોલ ઓલિમ્પિકસમાં હતા તેનાથી ઘણા વધુ રમત જોવા સ્ટ્રીમીંગ સહિતના વિકલ્પો આજે હોવા છતાં આ બની રહ્યું છે. સોલ ઓલિમ્પિકસ પછી વિશ્વની વસ્તીમાં ૫૦% નો વધારો થયો છે પણ દર્શકોની સંખ્યા ઘટી. આવું કેમ થયું?

૨૦૦૦ થી વધુ વર્ષો પહેલાં ગ્રીસમાં ઓલિમ્પિકસની સ્થાપના થઇ હતી પણ તે આધુનિક યુગ સુધી વિસ્તરી નહતી. આધુનિક ઓલિમ્પિકસનો ૧૮૯૬ માં પ્રારંભ થયો અને ગ્રીક ઓલિમ્પિકસ્‌ કરતાં તેની લાક્ષણિકતા અલગ છે. ઓલિમ્પિકસનો મુદ્રાલેખ : ‘citius, altius, fortius’ (વધુ ઝડપી, વધુ ઊંચે, વધુ મજબૂત) પણ લેટિનમાં છે, ગ્રીકમાં નહીં! ઇ.સ. ૧૯૦૦ થી સ્ત્રીઓ આ રમતોત્સવમાં ભાગ લે છે, પણ પ્રાચીન ગ્રીકો તો આ જોઇને ડઘાઇ ગયા હોત!

વાત કરીએ મુદ્રાલેખની સૌથી ઝડપી, સૌથી ઊંચે અને સૌથી મજબૂત એ મોટી વાત નથી. પુરુષો ૧૦ સેકન્ડથી ઓછા સમયમાં ૧૦૦ મીટર દોડે છે પણ ૧૯૬૮ થી ૯.૫ સેકન્ડથી વધુ સમય લે છે. એ અર્થમાં છેલ્લાં ૫૦ વર્ષમાં આ રમતમાં ઝાઝું કંઇ બદલાયું નથી. સાત ફૂટ – આઠ ઇંચના ઊંચા કૂદકાનો ઓલિમ્પિક વિક્રમ ૨૫ વર્ષ પહેલાં સ્થપાયો હતો. ગઇ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક વિજેતા તેનાથી એક સેન્ટીમીટર ઓછું ઊંચું કૂદ્યો હતો.

લાંબા કૂદકાનો વિક્રમ ૫૦ વર્ષથી પણ તૂટયો રહ્યો છે. સ્પર્ધા તરીકે આપણે વધુ ઝડપથી, વધુ ઊંચા અને વધુ મજબૂત નથી જઇ રહ્યા અને જો જઇ રહ્યા હોય તો ખાસ નહીં. આપણે જે વર્ચ્યુઅલ શારીરિક જાત ઓછી – રસપ્રદ છે તે જમાનામાં માનવજાતની શારીરિક સિધ્ધિઓ આપણા માટે ઓછી રસપ્રદ છે. કૃત્રિમ જીવવિજ્ઞાન, સ્ટેરોઇડ અને કૃત્રિમ હાથપગનો અર્થ એ થાય કે શરીરનો સંપૂર્ણ નમૂનો હવે અશકય છે.

‘સૌથી ઝડપી’ કે સૌથી મજબૂત ‘માનવ’ શબ્દનો આપણા કાળમાં હવે ઝાઝો અર્થ નથી રહેતો. ‘મિસ યુનિવર્સ’ સ્પર્ધાને નિહાળનારાઓની સંખ્યા પણ છેલ્લા કેટલાક વખતથી ઝડપથી ઘટતી જાય છે. આમ છતાં ઓલિમ્પિકસની અવનતિનું બીજું એક પાસું વૈશ્વિક સ્તરે રાષ્ટ્રો વચ્ચે ઘટતી શત્રુતાનું છે. ઓલિમ્પિકસની એક સૌથી મહાન ક્ષણ બર્લિનમાં ૧૯૩૬ માં આવી હતી. યુવાન આફ્રિકન અમેરિકન જેસી ઓવેન્સે વિશ્વમાં સૌથી ઝડપી દોડવીર અને સૌથી લાંબો કૂદકો મારવા સહિતના ચાર સુવર્ણચંદ્રક જીતી લીધા અને તેની સાથે નાઝીઓની આર્યોના સર્વોપરિપણાની વિચારધારાના ભૂકકા બોલી ગયા. નાઝીઓ કહેતા હતા કે ગોરો જ માનવજાતનો સૌથી પરિપૂર્ણ શારીરિક નમૂનો છે.

બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના વૈમનસ્યે આ રમતોત્સવને કેટલોક તનાવ આપ્યો હતો પણ શીતયુદ્ધના અંત પછી તે પણ ગયો. સોલ ઓલિમ્પિકસ એ સમયગાળામાં આવી હતી. આજે વિશ્વમાં તેના ઇતિહાસમાં સૌથી વધુ શાંતિ છે. રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો બહુ થોડા છે અને મધ્ય-પૂર્વ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા હિંસક જ વાળા કેન્દ્રો સિવાય સશસ્ત્ર સંઘર્ષ ઓછો છે, વિશ્વમાં સૌથી સૂચક-ચીન અને અમેરિકાની શત્રુતા પણ આપણે જોઇ તેમાં સૌથી ઓછી હિંસક છે. અલબત્ત, કેટલીક જૂની દુશ્મનાવટ વિશ્વના કેટલાક ભાગમાં હજી પ્રવર્તમાન છે અને ભારત પાકિસ્તાન એક બીજાના કટ્ટર હરીફ છે પણ આપણે અન્યો માટે અસંબધ્ધ છીએ અને આપણા પર કોઇનું ધ્યાન ખાસ જતું નથી. ગમે તેમ પણ આપણે ઓલિમ્પિકસમાં મહત્ત્વના નથી.

બીજી વાત એ છે કે આપણી સ્પર્ધા આંતરરાષ્ટ્રીય છે જે ઓલિમ્પિકસની બહાર છે અને મોટા ભાગના વિશ્વ વિક્રમો ઓલિમ્પિકસમાં નથી સ્થપાતા. આથી મને લાગે છે કે ઓલિમ્પિકસની ચરમસીમા પૂરી થઇ છે. આ રમતોના સ્ટાર વૈશ્વિક મહાનુભાવો બને એ સમયે આપણે પાછા નહીં ફરીએ અને એવો સમય પણ આવે કે રાષ્ટ્રોના રહેવાસીઓ આ તબકકે તેમના જ ખેલાડીઓના દેખાવમાં રસ ગુમાવે.

આપણી મૂળભૂત આદિમતા અને સંકુચિતતાને પ્રતિભાવ આપતી હોવાથી વ્યકિતગત રમત કરતા ટીમ રમતો પ્રેક્ષકોને વધુ સાંકળતી હોવાથી તેનું આયુષ્ય લાંબુ છે. ક્રિકેટ અને ફૂટબોલના રસિયાઓમાં ઓલિમ્પિકસના રસિયાઓની જેમ એકદમ ઘટાડો નથી થવાનો પણ તે ઘટાડો થઇ રહ્યો છે. ૪૦ વર્ષ પહેલાં સુરતમાં રણજી ટ્રોફી મેચમાં બેઠક મેળવવા માટે હું સંઘર્ષ કરતો હતો. હવે તેવું કયારેય નહીં બને. આપણું વિશ્વ આપણા જ જીવનકાળમાં બદલાઇ ગયું છે. રમતગમતનાં દર્શકોની સંખ્યામાં ઘટાડો સામાન્ય રીતે બિનમહત્ત્વનો લાગે, પણ આપણે જે સમયમાં જીવ્યા છીએ અને જે સમયે આપણને ઘડયા છે તેના વિશે વધુ ઊંડી અને સૂક્ષ્મ કરે છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top