ભારતનાં ‘મૃત અર્થતંત્ર’એ હિસાબી વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક, એટલે કે ગયા એપ્રિલ, મે, જૂનના ત્રણ મહિનામાં 7.8 ટકાના, જગતમાં સૌથી ઊંચા દરે વિકાસ સાધ્યો છે. આવી ધારણા પણ ન હતી, બલ્કે આ તકલીફના સમયમાં વિકાસ દર 6.5 ટકાથી પણ નીચે જશે એવી બીક હતી. અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાની ઈકોનોમીને ‘ડેડ’ ગણાવી એ પછી પણ સ્વનામધન્ય ટ્રમ્પે, નરેન્દ્ર મોદીને ચાર-ચાર વખત ફોન ડાયલ કર્યો.
પરંતુ મોદીએ ફોન ઊપાડ્યો કે જવાબ આપ્યો નહીં. ટ્રમ્પ અને એના સરકારી સાગરીતો વધુ ભૂરાટાં થયા અને ટ્રમ્પના આર્થિક બાબતોમાં સલાહકાર પિટર નવારોએ વારંવાર અમેરિકાની ન્યૂઝ ચેનલોમાં રજૂ થઈ. યુક્રેન સામેના રશિયાના યુધ્ધને ‘મોદી સામેનું યુધ્ધ’ ગણાવ્યું જે સ્પષ્ટ શબ્દોમાં ભારતને યુધ્ધની ધમકી હતી. દુનિયાની આ મહાસત્તાનો કોઈ દાવ ભારત સામે ફાવ્યો નહીં. સવાલ એ પૂછાઈ રહ્યો હતો કે શ્રીમાન ટ્રમ્પ એમણે પોતે ગૂંથેલી ટેરિફ જાળમાં ફસાઈ ગયાં છે તે હવે બહાર કેવી રીતે નિકળશે?
અમેરિકામાં ઘર આંગણે ટેરિફનો વિરોધ શરૂ થયો હતો. ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના સાંસદ ટ્રમ્પથી વિરૂધ્ધ ગયા. ત્યાંની પ્રજાને ઊઠા ભણાવાયા હતા કે ટેરિફ એ ચીજવસ્તુના નિર્માતા દ્વારા ભરવામાં આવતો કર છે પરંતુ વસ્તુનાં ઉત્પાદકોને 10 થી 20 ટકાનું માર્જીન રહેતુ હોય ત્યાં તેઓ 20 થી 50 ટકા સુધીનો ટેક્સ શું કામ ભરે? વળી ટેરિફ એને જ કહેવાય જે ત્યાંની સરકાર ત્યાંના આયાતકાર પાસેથી વસૂલ કરે.
નિકાસકારો તો અમેરિકાના જ્યુરિડિકશનમાં આવતા જ નથી. ટેરિફની ભાવવધારાની અને અછત રૂપી અસર અમેરિકામાં જ પેદા થવાની હતી, જે આખરે શરૂ થઈ. કિંમતો વધવા માંડી. દુકાનો કે મેગા સ્ટોર્સમાં માલસામાનની અછત શરૂ થઈ. શું કોઈ નિકાસ અમેરિકાની ગોરી પ્રજા પર પોતાના જોખમે હેત વરસાવવા માલ મોકલે? આખરે અમેરિકાનાં વોલસ્ટ્રીટ જર્નલ અને અન્ય અગ્રણી પ્રકાશનોએ લખ્યું કે ટેરિફ એ અમેરિકાની પ્રજા પાસેથી ઊઘરાવેલો એક પ્રકારનો વેરો જ છે. અમેરિકાની તિજોરીમાં ટેરિફનાં નામે ભલે મોટી રકમ જમા થઈ રહી હોય, પણ એ અમેરિકનોએ ચૂકવેલા નાણા છે.
અમેરિકાની સરકાર પર 37 ટ્રિલિયન અર્થાત 37 હજાર અબજ ડોલરનું દેવું છે. હવે તો બીજા રાષ્ટ્રો અમેરિકી સરકારના બોન્ડ્સ ખરીદવા તૈયાર નથી. આ દેવાના વ્યાજમાં વરસ દહાડે ટ્રિલિયન્સ ચૂકવવા પડે છે. અમેરિકી સરકારના નાણા મંત્રી સ્કોટ બેસન્ટને પૂછવામાં આવ્યું કે ટેરિફ થકી જે રકમ મળશે તે શું અમેરિકાની પ્રજાને પાછી વળાશે? તો બેસન્ટનો જવાબ હતો કે એ રકમ સરકારી દેવુ ચૂકવવામાં વપરાશે. એક તરફ બીગ બ્યુટીફૂલ કાનૂન ઘડીને શ્રીમંતોને, જેમના લગભગ 250 કુટુંબ છે, તેઓને ખૂબ મોટી, બિગ અગ્લી રાહતો આપવામાં આવી છે અને સરકારી દેવુ પ્રજા ચૂકવે એવી વ્યવસ્થા કરવી છે.
જો ડોનાલ્ડ ટ્રમ્પ માનભેર આ ભૂલભૂલામણીમાંથી બહાર નિકળી જવા માગતા હોય તો અમેરિકાની અપીલ્સ કોર્ટ દ્વારા શુક્રવારે હૂકમ અપાયો છે કે ટ્રમ્પે લાદેલા મોટાભાગના ટેરિફ્સ ગેરકાનૂની જાહેર કર્યા છે. અદાલતે સાત વિરૂધ્ધ ચાર મતથી આ નિર્ણય આપ્યો છે, પરંતુ આ અદાલતી હૂકમ 14 ઓક્ટોબર સુધી અમલમાં નહીં આવે. ત્યાં સુધીમાં ટ્રમ્પ સરકારે અપીલ કરવી હોય તો સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. પરંતુ અપીલ્સ કોર્ટના નિર્ણયને માન આપીને ટ્રમ્પ સરકાર સુપ્રીમમાં નહી જાય તો કોકડું આપોઆપ ઊકલી જશે અને ટ્રમ્પ માનભેર તેમાંથી બહાર નિકળી જશે.
એ સાથે એની બોમ્બાસ્ટિક ફોરેન પોલીસીનો અંત આવશે. ઘવાયેલા ટ્રમ્પ બાકીના સવા ત્રણ વરસથી વધુ સમય કેવુ વર્તન કરશે તે આજે તો ટ્રમ્પ પણ ન કહી શકે. ઊંટનો લટકી રહેલો હોઠ નીચે પડશે અને પોતાને ભોજન મળશે એવી તાકમાં બાજુમાં ઊભેલા શિયાળની માફક ઉપપ્રમુખ જેડી વાન્સ તૈયાર ઊભા છે. ટ્રમ્પની તબિયત વિષેની સાચી ખોટી વિગતો ઊડતી રહે છે. ટ્રમ્પ ટેરિફના ચકરડામાંથી કદાચ બહાર નિકળી જાય તો પણ અમેરિકાને વરસો અને દાયકાઓ સુધી સહન કરવું પડે એટલું આર્થિક અને વધુ રાજકીય નુકસાન એ ઓલરેડી કરી ચૂક્યા છે.
દુનિયાના શહેનશાહની માફક અમેરિકાના દરબાર હોલમાં દુનિયાના માંધાતાઓ, પુરોધાઓ વગેરેની તેડાવી અમેરિકામાં સેંકડો અબજો ડોલરનું મૂડીરોકાણ કરવાના વચનો મેળવ્યા હતા અને તે પર કોઈ કાગજ-કરાર થાય તે અગાઉ તેનો ઢંઢોરે પિટવામાં આવતો. એક સભામાં ભારતનાં વિદેશમંત્રી એસ.જયશંકરે મભમ શબ્દોમાં કહ્યું કે વિદેશનીતિ એક ખાનગી રખાતો વિષય છે, પરંતુ પ્રથમવાર તે દુનિયામાં, અર્થાત અમેરિકામાં સરાજાહેરમાં ખેલાઈ રહી છે. ડેડ ઈકોનોમી, મોદી યુધ્ધ જેવા શબ્દ પ્રયોગો કોઈ સુજ્ઞ રાજનીતિને શોભે નહીં. દરેક કાનૂન પાછળ લોજિક અને હેતુઓ હોય પણ પોતાને નોબેલ શાંતિ પારિતોષિક મળવાના માર્ગમાં ભારતે સાથ ન આપ્યો તે મૂળ કારણને યુધ્ધ અને રશિયન ઓઈલના પડીકામાં બાંધીને 50 ટકાનો ટેરિફ લાદવો એ મોહમ્મદ બિન તુઘલકનાં મનસ્વીપણાની નકલ કરવા સમાન છે.
અમેરિકન પ્રજા પણ નથી ઈચ્છતી કે ભારત સાથે આવો વ્યવહાર કરવામાં આવે. બીજી તરફ ચીનને અમેરિકી ડોલરનું અને અમેરિકાનું આધિપત્ય તોડવાની તક જોઈતી હતી તે ટ્રમ્પ મંડળીએ તાસકમાં મૂકીને ચીનને ભેટમાં આપી છે. ટ્રમ્પે જે લમ્હાઓમાં ખતા ખાધી છે તે ભરવા માટે હવે સદીઓની જરૂર પડશે. ભારતને એ સ્પષ્ટપણે સમજાયું કે અમેરિકા ભરોસપાત્ર નથી. ભારતની, ભારતની પ્રજાની મજબૂતીઓની તેને ચિંતા નથી. ભારતનાં કૃષિ, ડેરી, ટેક્સટાઈલ ઉદ્યોગોને ખેદાનમેદાન કરી, પોતાનો કક્કો ચલાવવા માગે છે.
ચીન, રશિયા, બ્રાઝિલ, જાપાન અને યુરોપનાં દેશોનો પણ આવો સરખો અનુભવ થયો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેવા દરેક અમેરિકનો નથી. ટ્રમ્પ કંઈક અલગ જ છે અને ટોળકી પણ એવી ભેગી કરી છે. પરિણામ એ આવ્યું છે કે રશિયા, ચીન અને ભારત અંદરખાનેથી મળી ગયા. ટ્રમ્પના ટ્રમ્પવેડાની અવગણના કરી. ટ્રમ્પ એવા કૂદક ફૂલામણા છે કે જો એની સાથે ફોન પર કોઈક નાની સરખી વાત કરે તો તે પણ દુનિયામાં ગાઈ બજાવે. ન કરી હોય તેને પણ ચગાવે છે તો કરે તો શું થાય? ત્રણેય દેશોના નેતાઓએ કોઈ જાહેરનિવેદન ક્યારેય આપ્યું નહી. પરંતુ ચીનના શી ઝિનપિંગે તક ઝડપીને આજથી ત્રણેક મહિના અગાઉ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રોટોકોલ પ્રમાણે ખાનગી પત્ર લખીને સાથ સહકારની દરખાસ્ત આગળ ધરી.
ત્યારથી જ ટ્રમ્પને ધૂળ ચટાડવાનુ્ં નક્કી થયું હતું. આ ગયા સપ્તાહમાં લગભગ પાંચસો અબજ ડોલરના અમેરિકામાં મૂડી રોકાણ માટે જાપાનનું વેપારી પ્રતિનિધિ મંડળ અમેરિકા જવાનું હતું તે જાપાને મુલત્વી રાખી દીધું. એ અગાઉ અમેરિકાનું એક શિર્ષ મંડળ ટેરિફ બાબતે વાટાઘાટો કરવા ભારત આવવાનું હતું તેને નહીં આવવાનું ભારત તરફથી જણાવવામાં આવ્યું. ભારતે દબાવવા પાકિસ્તાનના અસીમ મુનીરને ટ્રમ્પે દત્તક લીધો. પાણી એના જેવી સપાટી શોધી લેતું હોય છે. જો ટ્રમ્પથી ન ડરે એ મુનીરથી શા માટે ડરે? શ્વાન સાથે શયન કરો તો બદલામાં લીખ અને ટોલાં જ મળે. ટ્રમ્પને એ મળ્યા છે છતાં ચીનનાં વાંગ-ચીની મુલાકાત બાદ મુનીર હમણાં કૂદકા મારતો નથી.
પાકિસ્તાનમાં પૂર આવવાના છે તે ચેતવણી પણ ભારતે માનવીય નાતે પાકિસ્તાનને પૂરી પાડી. આ નવા એંધાણો ચીન સાથે સુધરી રહેલા સંબંધો બતાવે છે. ડોલરની જગ્યાએ બ્રિક્સ કરન્સી ચલણમાં મૂકવા બાબતે પણ ખાનગીમાં સમજૂતી થઈ ગઈ હોય એમ જણાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ચીનમાં શાંગાઈ કોઓપરેશનની પરિષદ મળી રહી છે. વડા પ્રધાન મોદી જાપાનથી ચીન પહોંચ્યા છે અને આ પરિષદ એકવીસમી સદીમાં દુનિયાને માટે એક નવી રાહ કંડારનારી, ઐતિહાસિક બનશે. દુનિયા હવે સત્તાના બે ધ્રુવો વચ્ચે પીસાવાને બદલે બહુધ્રુવીય અને વધુ સ્વતંત્ર બનવા જઈ રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.