સરકારી, અર્ધસરકારી કર્મચારીઓ અધિકારીઓ જેઓ તેમની નોકરીમાંથી 58 કે 60 વર્ષે નિવૃત્ત થતા હોય ત્યારે તેમને જીવંત પર્યંત મળતું પેન્સન જે તારીખ: 1-4-2005 થી નિમણૂંક પામેલ આવા કર્મચારીનું બંધ કરવામાં આવ્યું છે. સમજી શકાય કે ત્યારે ગુજરાતમાં કોણ સત્તા પર હતું! અને કોણે કર્યું? હવે વિચારીએ કે પેન્સન કેમ જરૂરી છે. સરકારી કર્મચારી નિમણૂંક થયાથી 58 વર્ષ સુધી સતત કામગીરીમાં વ્યસ્ત રહે છે, અનેક બદલાવ થયા છે. સ્વજનોથી દૂર રહી પણ ફરજ બજાવવી પડે ઉપરાંત રેલ, ધરતીકંપ, દુકાગળ રોગચાળો જેવી કામગીરી જ્યાં ત્યાં યોગ્ય સગવડ વગર પણ બજાવવી પડે છે અને ખાસ તો ચૂંટણીલક્ષી કામગીરી, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી, મતદાન-મતગણતરી જેવી કામગીરીમાં આવા કર્મચારી પોતનો મત પણ આપી શકતા નથી!! જ્યારે ઉંમર થઈ હોય બ્લડપ્રેસર, સુગર જેવા સામાન્ય રોગોથી ઘણા કર્મચારી પીડાતા હોય ત્યારે ઘરના છોકરાઓ પાસે દવાના પૈસા માંગવા, તેમનાં ટોંણા સાંભળવા પડે શું યોગ્ય છે?
નિવૃત્ત કર્મચારી જીવન પર્યંત સ્વમાનથી જીવી શકે એ માટે પેન્શન ખૂબ જરૂરી છે. હવે વાત રાજકારણમાં ચૂંટાયેલા સદસ્ય, ધારાસભ્ય, સંસદસભ્ય, રાજ્યસભાના સભ્ય. ચૂંટાયાબાદ ભલે થોડા સમયમાં અવસાન થયું હોય તો પણ તેમને પેન્સન મળે છે. પાંચ વર્ષ પુરા કરતાં 75 વર્ષમાં આવા કેટલા સદસ્ય હશે જેને પેન્શન લેતા હશે? રાજ્યસભામાં સ્થાન પાચેલ અબજો પતિ ફક્ત પાંચ વર્ષમાં ત્રણ દિવસ હાજરી આપી પેન્શન લે છે. આ કેવો ન્યાય, ઉપરાંત સત્તા દરમ્યાન, મકન ફ્રી, ગાડી, મોબાઈલ ફી ઉપરાંત અન્ય ભથ્થા. અને હવે તો લેપટોપ અને તે પણ મહાનગરપાલિકાના સદસ્ય સુધી!! જ્યારે વર્ષો પૂર્વે વિદ્યાર્થીને ‘ટેબલેટ’ આપવા માટે નાણાં લીધેલે જ વિદ્યાર્થીઓ કોલેજ પૂર્ણ કરી ‘ટેબલેટ’ તો ન મળ્યા પૈસા પરત લેવા લાઈન લગાવવી પડે કે આંટા ફેરા કરવા પડે? પ્રજાના કર્મચારીનું બંધ કર્યું ત્યારથી સરકારશ્રીના સદસ્યોનું પેન્શન પણ જે તે તારીખથી બંધ થવું જોઈએ. વધુમાં ચૂંટાયેલા સભ્યો તો પ્રજાની સેવા કરવા માટે છે?! પ્રજાનાં સેવક છે?! ગોળ ખાવાનું બંધ કર્યાં બાદ ગોળ ન ખાવાની સલાહ અપાય. પોતાને ગોળ પ્રજાને ખોળ?!
સુરત – બળવંત પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.