ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા 21 જુલાઈના રોજ અચાનક રાજીનામાનું પગલું કેમ લેવામાં આવ્યું તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા અથવા સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષ ધનખરે ચોમાસુ સત્રના પહેલા દિવસે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને ટાંકીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કરીને કહ્યું હતું કે, તેઓ આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા માંગે છે અને તબીબી સલાહનું પાલન કરવા માંગે છે.
74 વર્ષીય ધનખરે ઓગસ્ટ 2022માં પદ સંભાળ્યું હતું, તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. વ્યવસાયે વકીલ ધનખરે સૌપ્રથમ 1989માં રાજસ્થાનની ઝુંઝુનુ બેઠક પરથી સાંસદ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2003માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને પક્ષના કાનૂની વિભાગના વડા બન્યા. 2019માં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમના ઘણીવાર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી દ્વારા સંચાલિત રાજ્ય સરકાર સાથે મતભેદ રહ્યા હતા. ભાજપ દ્વારા તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ તેમણે 2022માં રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું.
ધનખરે માર્ચમાં દિલ્હીમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી, પરંતુ ઝડપથી તેમણે તેમની ફરજો નિભાવવાનું શરૂ કરી દીધું હતું અને સંસદમાં સક્રિય રહ્યા હતા. એક્સ પર પોસ્ટ કરાયેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ધનખર માટેનો વિદાય સંદેશ ટૂંકો હતો અને તેમની પ્રશંસામાં વધુ કંઈ ન હતું. આનાથી એવી અટકળોને વધુ વેગ મળ્યો કે ધનખર અને ભાજપ સરકાર વચ્ચે બધું બરાબર નથી. જોકે, ઘણા વિપક્ષી નેતાઓએ આ પગલા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, એક સાંસદે કહ્યું છે કે, ‘’તેમાં આંખે દેખાય તેના કરતાં વધુ છે.’’
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ધનખરના અચાનક રાજીનામા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘’આ મામલો તેમના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો છે.’’ ધનખર હંમેશાં સરકારનો પક્ષ લેતા હતા તે નોંધતાં રાજ્યસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે, તેમણે ક્યારેય વિપક્ષને ખેડૂતો, ગરીબો અથવા વિદેશ નીતિ સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા દીધા નથી, જ્યારે પણ વિપક્ષે આવું કરવાનો પ્રયાસ કર્યો. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ધનખરના રાજીનામાનો સંબંધ વિપક્ષી સાંસદો દ્વારા ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ માટેની માંગવાળી નોટિસને સ્વીકારવા અને જાહેર કરવાના તેમના નિર્ણય સાથે સંબંધિત છે, જેમના ઘરમાં આગની ઘટના બાદ રોકડના બંડલોના કોથળા મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, ધનખરના આ પગલાથી લોકસભામાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની સરકારની યોજના પર પાણી ફરી વળ્યું. એવું માનવામાં આવે છે કે, સરકાર ઇચ્છતી હતી કે, આ પ્રસ્તાવ રાજ્યસભામાં ન આવે. કારણ કે, અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવ સામે મહાભિયોગની નોટિસ ઉપલા ગૃહમાં પેન્ડિંગ છે. યાદવ પર વીએચપીના એક કાર્યક્રમમાં સાંપ્રદાયિક નિવેદનો આપવાનો આરોપ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ નોટિસ પર આગળ વધવાનો ધનખરનો નિર્ણય ધનખર અને શાસક સરકાર વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ સંબંધોમાં એક મોટું કારણ બન્યું છે, જે બાબતોને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. વિવાદના કેન્દ્રમાં રહેવાની તેમની પ્રવૃત્તિ ભાજપ નેતૃત્વને અસ્વસ્થ બનાવી રહી હતી. એવું લાગ્યું કે ધનખરના ન્યાયતંત્ર પરના હુમલાઓ, જ્યારે તેઓ સરકારના વિચારો સાથે સહમત હતા, પક્ષની પણ ટીકાનું કારણ બન્યા હતા અને આ ટાળી શકાયું હોત. છ મહિના પહેલા, વિપક્ષ ધનખર પર મહાભિયોગ લાવવા માંગતો હતો. રાજ્યસભાના ઉપાધ્યક્ષ દ્વારા તે દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી. ધનખરને લાગ્યું કે, સરકારે વિપક્ષના આરોપોનો મજબૂતીથી બચાવ કર્યો નથી. કદાચ, આ સરકાર સાથેના તેમના સંબંધોમાં આ એક વળાંક હતો.
ધનખરે એક-એક કરીને વિપક્ષી નેતાઓ સુધી પહોંચવાનું નક્કી કર્યું. ધીમે-ધીમે તેમણે વિપક્ષ સાથેની તેમની વાતચીતમાં પીએમ અને સરકારની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસને ધનખરની વધતી ઉંમર અને કમજોરી હોવા છતાં તેમની વધતી રાજકીય મહત્ત્વાકાંક્ષાઓનો અહેસાસ થયો. એક સમયે તેમના વિરોધીઓ, જેમણે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તેઓએ તેમને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. ધનખર ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસમાં આ રીતે રાજીનામું આપનારા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે – તેમના કેટલાક પુરોગામી જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા રાજીનામું આપ્યું હતું, તેમની પાસે ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવાનું કારણ હતું. જોકે, તેમના રાજીનામા પત્રમાં ધનખરે સ્વાસ્થ્ય કારણોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ સ્પષ્ટ છે કે તેમનો નિર્ણય એ પરિબળો દ્વારા પ્રેરિત હતો જે આ સમયે અટકળો બની રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.