નવી દિલ્હી: 2019માં ચીનમાંથી મળેલ SARS-coV-2 છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા બની ગયું છે. કોવિડ -19એ લોકોના મનમાં એક ઊંડી છાપ છોડી દીધી છે. દરેક મહામારી પછી લોકોના મનમાં તેની ઊંડી અસર જોવા મળી રહી છે સાથે જ તેની અસર સામાન્ય માનવીના જીવનમાં પણ પડી રહી છે. અને આવી પરિસ્થિતિમાં ઓમિક્રોન બાદ નવો વેરિયન્ટ NeoCoV એ એન્ટ્રી કરતા સામાન્ય લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.
NeoCoV શું છે?
NeoCoV શબ્દનો ઉપયોગ MERS-CoV સાથે સંકળાયેલા વાયરસના પ્રકારનો સંદર્ભ આપવા માટે થાય છે. MERS-CoV એ કોરોના વાયરસના પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને આ સાત કોરોના વાયરસમાંથી એક છે જે મનુષ્યને સંક્રમિત કરી શકે છે. 2010માં MERS-CoV સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ કોરિયામાં મોટા સંકટનું કારણ બની ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, MERS-CoV ચેપથી પ્રભાવિત લગભગ 35 ટકા લોકો મૃત્યુ પામ્યા છે. NeoCoV એ આ ચોક્કસ કોરોના વાયરસનું સંભવિત વેરિયન્ટ છે.
NeoCoV આ નવા શબ્દે અચાનક લોકોને ચિંતામાં મૂકી દીધા છે. NeoCoV એ કોરોના વાયરસનું નવું સ્વરૂપ નથી. આ એક પીઅર રિવ્યુ સ્ટીડીનો એક ભાગ છે જે ચીનના વૈજ્ઞાનિકોના એક ગ્રુપે જાહેર કર્યું છે આ સાથે જ કેટલાક વુહાન યુનિવર્સિટીના નિષ્ણાતો પણ આમા સામલે છે. NeoCoV થી હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી. તમને જણાવીએ કે નિષ્ણાતો NeoCoV શા માટે મોટી ચિંતાનો વિષય નથી માનતા.
શું NeoCoV કોરોના વાયરસનો વેરિયન્ટ છે
NeoCoV ને વાસ્તવમાં કોઈ ફોર્મલા નથી. તેથી આ તેનું શોધવું ઘણું મુશકેલ છે પરંતુ કેટલાક નિષ્ણાતોએ ટ્વિટર કરીને જણાવ્યું કે ન તો તે નવો કોરોના વાયરસ છે કે ન તો કોઈ મ્યુટેશન કે વેરિઅન્ટ છે. NeoCoV ને ચર્ચામાં લાવનારા રિસર્ચ પેપર પણ તેને નોવેલ કોરોના વાયરસનું નવું સ્વરૂપ ગણાવતા નથી.
NeoCoV ના રિસર્ચ પેપર શું કહે છે?
NeoCoV ને સંક્ષિપ્તમાં સમજવા જઈએ તો તે અત્યાર સુધી શોધાયેલ MERS-CoV નો સૌથી નજીકનો સંબંધી છે જે ચામાચીડિયામાં જોવા મળે છે. કેટલાક પ્રકારના ચામાચીડિયા ACE2 (એક પ્રકારનો કોષ જેને જીવવિજ્ઞાનમાં રીસેપ્ટર્સ કહેવાય છે) નો ઉપયોગ NeoCoV ને સંક્રમિત કરવા માટે કરી શકે છે. NeoCoV T510F મ્યૂટેશનના પગલે માનવ કોષ ACE2 ને સંક્રમિત કરી શકે છે.
ચિંતા કરવાની જરૂર કેમ નથી?
રિસર્ચ પેપર મુજબ, NeoCoV જે અત્યાર સુધી માત્ર ચામાચીડિયામાં જોવા મળ્યું છે, તે ચોક્કસ પ્રકારના પરિવર્તન પછી જ માનવ કોષોમાં પ્રવેશી શકે છે. આમાં ઘણી પૂર્વધારણાઓ જોવા મળી રહી છે જે વૈજ્ઞાનિકોના અભ્યાસ પર આધારિત છે અને જેની સમીક્ષા કરવાની હજી બાકી છે. બહારના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરી તારણો અને પદ્ધતિઓનું વિશ્લેષણ કરી રહ્યા છે. NeoCoV માનવ કોષોને સંક્રમિત કરી શકે છે, તે હાલમાં તપાસ હેઠળ છે. તેથી લોકોએ આટલી જલ્દી ચિંતા કરવાની જરૂર નથી.