જીવનમાં પ્રગતિ કરવા માટે શિક્ષણની જરૂર છે. નાણાં કમાવા માટે નહીં ,નાણાં તો ભણેલ, ઓછું ભણેલ અને નિરક્ષર પણ કમાઇ શકે છે. પૃથ્વી ઉપર જેઓને ભગવાન માનવામાં આવે છે અને અન્ય માનવીને નવું જીવન બક્ષે તેઓને “doctor” કહેવામાં આવે છે તે બનવા પ્રવેશ મેળવવા માટે છેલ્લાં કેટલાં વર્ષોથી “National eligibility entrance test”સરકાર તરફથી લેવાનું નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણે હર સાલ પરીક્ષા લેવામાં આવે છે, પરંતુ તાજેતરમાં યોજાયેલ “neet”ની પરીક્ષામાં “ગ્રેસ માર્ક”આપવાના પ્રશ્ને હોબાળો આખા દેશમાં જોવા મળ્યો, આશરે ૧૫૬૩ જેટલાં વિદ્યાર્થીઓને “ગ્રેસ”માર્ક આપવામાં આવ્યા છે, તેટલા વિદ્યાર્થીઓની ફેરપરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવેલ છે.આ નિર્ણય લેવામાં આવેલ હોવા છતાં અખબારોમાં પ્રસિદ્ધ થતા સમાચારો વાંચતાં જણાય છે કે આખી પરીક્ષા જ નવેસરથી લેવી શું આ માંગણી યોગ્ય કહેવાય?
એક બાજુ જે વિદ્યાર્થીઓએ સખત પરિશ્રમ કરીને પરીક્ષા આપી હોઈ તેઓના જે ગુણ આવ્યા હોય તે ફેરપરીક્ષા આપવાથી આવી શકે ખરા? વિદ્યાર્થી અને માતા પિતાની માનસિક સ્થિતિ કેવી થતી હશે તેનો અંદાજ લગાવી શકાય એમ નથી. આવી પરીક્ષામાં જો વિશ્વસનીયતા ગુમાવતાં જઈશું તો શિક્ષણનુ સત્યાનાશ થઈ જશે. જે દેશમાં શિક્ષણ પ્રત્યે જાગરૂકતા ન હોય તે દેશની પ્રગતિ કેવી રીતે થાય. પેપરો “leak “થવાથી આખરે નુકસાન તો બધા જ સમુદાયના વિદ્યાર્થીઓને વેઠવાનું આવે જે વિદ્યાર્થીઓનાં માતા પિતા પૈસાપાત્ર ન હોઈ તેઓએ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું પડે હવે તો ખાનગી મેડીકલ કોલેજ ખૂલી ગઈ અને તેમાં પૈસાદાર લોકોનાં બાળકો પ્રવેશ મેળવી કારકિર્દી બનાવી શકે છે.
શિક્ષણમાં રુચિ ધરાવનારાં માટે આ ચિંતાનો વિષય બની રહેવો જોઈએ. યાદ રહે “medical council of India”નું પણ વિસર્જન કરવામાં આવેલ હતું. જે વિદ્યાર્થીની કારકિર્દી ઘડવા માટે લેવામાં આવતી પરીક્ષામાં આવું બનવું જ ન જોઈએ. આવી સંવેદનશીલ પરીક્ષા લેવા માટે કોઈ વિશ્વસનીય માળખું તાકીદે રચાવું જોઈએ કે જેથી ભવિષ્યમાં આ રીતે બનવા ન પામે. પરીક્ષા તો sc, St, OBC, general સમુદાયનાં લોકો બધા માટે એક જ પેપર હોય છે અને merit માં તો નકકી કરેલ ટકા sc,St,OBC ના સમુદાયનાં વિદ્યાર્થીઓએ લાવવા જ પડે, તેમ છતાં હજુ કેટલાક કિસ્સાઓમાં sc, St સમુદાયના ડોક્ટર પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવતી ન હોવાનું જોવા મળે ત્યારે કહેવાનું મન થાય કે આ લોકોને વિશેષ કોઈ છૂટ આપવામાં આવતી નથી.
ભણવાનું તો એકસરખું જ હોય તેમ છતાં આ સમુદાયનાં વિદ્યાર્થીઓને હેરાન કરવાના કિસ્સા અવારનવાર અખબારોમાં પ્રસિદ્ધ થતાં જોવા મળે છે ત્યારે પ્રશ્ન થાય કે આપણે वासुदेव कुटुंबनी भावना “ભૂલી જઈએ છીએ. જૉ કે હજુ કેટલાક કિસ્સાઓમાં રેગિંગના બનાવો બનતા રહે છે, પણ એકંદરે હવે પહેલાં જેટલી હેરાનગતિ કરવામાં નથી આવતી એ દરેક માટે સારી નિશાની કહેવાય. મૂળ પાયાનો પ્રશ્ન” neet “ની exam અંગે વિશ્વસનીયતાનો છે એટલે શિક્ષણજગતમાં ફરી આવું ન બને તે માટે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલાં તમામે જાગરુક થવાની જરૂર છે. વિદ્યાર્થીઓ અને વાલીના હિતમાં વિચારીએ.
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.