આજનો યુવા વર્ગ- ધાર્મિક પ્રસંગોમાં, (1) સુરતનાં કોટ વિસ્તારમાં શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હતી તે મૂર્તિ-ત્યાંના રહેવાસી મૂર્તિકાર યુવક દ્વારા બનાવવામાં આવતી હતી. 2023થી આ પ્રથા બંધ કરવામાં આવી છે. તે મૂર્તિત બનાવવામાં ખર્ચો પણ ઓછો થતો હતો. (ઇકો-ફેન્ડલી મૂર્તિ- હોવાથી લોકો દૂર-દૂરથી જોવા આવતાં) હવે ઉઘરાણુ કરીને મૂર્તિ લાવનાર છે. યુવકોને ઢોલ-નગારાથી વરઘોડો કાઢી ડીજેને તાલે નાચક છે ! ભક્તિ જેવું રહ્યું જ નથી.
(2) આજ વિસ્તારમાં જન્માષ્ટમી તહેવાર પર કૃષ્ણ-ભજન વગાડવામાં આવતાં તે આ વર્ષે વાગ્યા નહીં અને ઢોલ-નગારા વગાડવામાં આવ્યા. આજનો યુવા વર્ગ શું આધળું અનુકરણ કરી રહ્યો છે ? મૂર્તિકાર યુવકને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ અવ્હેલના કરવામાં આવી રહી છે ! સુરત શહેરમાં જયાં પોતાના વિસ્તાર મૂર્તિકાર હોય તેની પાસે ઇકો ફેન્ડ્લી મૂર્તિ બનાવીને મુકવી જોઇએ. જેથી ભકિતમય માહોલમાં રૂ.નો વ્યય થાય નહીં. દરેક સમાજને આ બાબતે ધ્યાન કરવું રહ્યું ! (આજનાં સમયમાં યોગ્ય પ્રક્રિયાનો વિરોધ પણ લોકોને ગમતો નથી)
સુરત – શહેરનો રહેવાસી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આને ભકિત કે દેશ ભક્તિ કહેવાય?
સુરતનો ગણેશોત્સવ મહદ અંશે પારકા રૂપિયે ઉજવાતો ઉત્સવ છે. જેમાં મહોલ્લાના ટપોરી બની ફરતા યુવાનો રાડ બોલાવે છે. 100/200 નાજમાના ગયા આ લોકો હવે સીધા 2/5/10 હજાર દરેક દુકાન દીઠ માંગીને ઉભા રહે છે અને તેમાયે જબરજસ્તી ન આપી શકે એને આખુ વર્ષ સતાવાય આ લોકો વિચારતા નથી. ઘણી જગ્યાએ યુવાનો જાત જાતના થીમ પંડાલમાં ઉભા કરે છે જે યાતો ધાર્મિક હોય યા રાષ્ટ્ર ભક્તિ આધારીત હોય.
આવાજ એક વિરાટ મંડપમાં રાષ્ટ્રવાદના થીમ ઉપર જબ્બર સજાવટ કરેલી પુરો થયો પછી ચાર/પાંચ દિવસ બાદ મંડપ છોડાયો ત્યારે એમાથી ટન બંધી કરારો જેમકે POP-પૂંઠા-પાટીયા-કપડાના ગાભા અને થર્મોકોલ જાહેર માર્ગ ઉપર ફેલાયા જે ત્રણ ચાર દીવસ રોડ ઉપર પડી રહ્યાં ગણપતિ સ્થાપન કરનાર ગ્રુપનો એક પણ યુવાન રસ્તા ઉપર ફેલાયેલ કચરાના ઢગલા ઉચકવા ન દેખાયા ચોટલા વાલા-દાઢીવાલા-કડાવાલા બધા છુમંતર થઈ ગયા છેવટે SMC એ 12/15 બેલદારો ઉતારી 3 દીવસે આ ટનબંધી કચરો સાફ કર્યો આ એક મંડપની વાત છે. શહેરમાં 50 હજાર મંડપો બંધાય છે. 30 ફૂટના રોડ પર 25 ફૂટનો અને 60 ફૂટના રોડ પર 40 ફૂટનો મંડપ ટ્રાફીક અવરોધે છે જે પાછુ 30/40 દીવસ સુધી ! આમા કઇ ભક્તિ કે રાષ્ટ્રવાદ દેખાય છે ?
સુરત – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.