પશ્ચિમમાં ટાઇ બાંધવાનો રિવાજ લગભગ સાવ નીકળી ગયો છે. કોર્પોરેટ વર્લ્ડમાં નેક ટાઇ બાંધવી એક પ્રથા છે. આપણે જયારે ગુલામ હતા તે સમયે થિયેટરોમાં બાલ્કનીમાન બેસનારા પ્રેક્ષકો માટે ટાઇ બાંધવાનો નિયમ હતો. લાચારીવશ થિયેટરના માલિકોએ ટિકિટ સાથે પ્રેઙકોને ટાઇ પણ આપવી પડતી. શો પૂરો થાય ત્યારે પ્રેક્ષકો ટાઇ પણ પાછી આપી દેતા હતા. અલબત્ત કોઇ વસ્તુ ચોરી લેનારા તો કાયમ દરેક જગ્યાએ હોય છે. ઇન્દોરની રીગલ ટોકિઝમાં બાલ્કનીમાં પ્રેક્ષકો માટે ટાઇ બાંધવાનો નિયમ હતો. કોર્પોરેટ સમય અનુસાર તમામ વસ્તુઓ અને ફેશનમાં ફેરફાર કરી દીધો છે. રમતગમત ક્ષેત્રમાં કપડામાન પરિવર્તન આવ્યું છે એ ક્ષેત્રમાં એટલી શોધ કરવામાં આવી કે સ્પર્ધા પહેલા સ્વિમરોના શરીર પરની રુંવાટી દૂર કરવામાં આવે છે. એક જમાનામાં સ્ત્રીની સુંદરતાના પરિમાણોમાં એની કમર પાતળી હોય એજ હેરી હતુ. સુંદર દેખાવું કેટલું નિરર્થક હોય છે. પોશાકનો સીધો સંબંધ શરીરને સુવિધાજનક સ્થિતિમાં રાખાવનો છે. ફેશનેબલ સ્ત્રીઓએ ખુબ તકલીફો સહન કરી છે. એજ રીતે બ્લાઉઝની સ્લીપ પણ ધીરે ધીરે શોર્ટ થતી ગઇ અને સ્લીવલેસ ફેશન આવી ગઇ. ફિલ્મી કલાકારોએ ફેશન પર ખૂબ અસર કરી છે. કુરિવાજો ઝડપથી પ્રસરે છે. સારી બાબત ધીમી ગતિએ આવે છે. જય ફેશન દેવી. હવે ટાઇ તો કે.જી. નર્સરી સરસ્વતી મંદિરમાં પ્રવેશી છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે