Charchapatra

સુરતનું એરપોર્ટ ભારત દેશનું નથી?

સુરત શહેરનું એરપોર્ટ ઇ.સ. 2007થી કાર્યરત થયું ત્યારથી જ વિવાદાસ્પદ રહ્યું છે. આ એકમાત્ર એરપોર્ટ છે કે જ્યાં 612 મીટરના રનવૅનાં છેડાનો ઉપયોગ થઇ શકતો નથી. આ એકમાત્ર એરપોર્ટ છે કે જ્યાં પરિસરમાં વિમાન સાથે ભેંસ અથડાવાની તથા રનવૅનાં આજુબાજુના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બને છે. આ એકમાત્ર એરપોર્ટ છે કે જ્યાં ઓથોરીટી વિસ્તરણ માટે મળતી જમીન જતી રહે છે. આ એરપોર્ટ પર પાર્કિંગના નિયમો દેશના અન્ય શહેર, ગુજરાત રાજ્ય તથા દેશમાં છેલ્લાં 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં શહેરને એરપોર્ટ બાબતે અન્યાય થાય છે. એવો વિચાર આવે છે કે શું શહેરનું એરપોર્ટ ભારત દેશનું નથી? અને સરકાર શું મોટા અકસ્માતની રાહ જુએ છે?
સુરત              – અમિત દેસાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિયોગ સહયોગની વિશેષતા
પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય એ સ્વાભાવિક છે અને પ્રેમનો અતિરેક થાય અને જયારે પત્ની પોતાના ઘરે પિયર જાય ત્યારે જે ખાલીપો સર્જાય તેને વિરહ કે વિયોગ કહેવાય છે. વિયોગના કારણે વ્યકિતને કામ ધંધામાં મન નથી લાગતું અને બેચેની મહેસુસ કરતો હોય છે. પરંતુ વિયોગ વિરહને છોડીને કામ ધંધા, વેપાર-વ્યવસાયમાં સહયોગ આપવો જોઇએ, કેમકે વિકાસનાં કામો કે કામ ધંધો સહયોગ વિના નથી ચાલતો, ધંધામાં જો સારો યોગ ચાલતો હોય તો વ્યકિત કર્મયોગી બનતો જાય છે. ઓપરેશન સિંદૂર પણ સેનાના જવાનોના સહયોગ વિના શકય ન હતું, વિયોગમાં આહટ હોય છે. જયારે સહયોગમાં સંઘ ભાવનાનાં દર્શન થાય છે. એટલે જ જીવનમાં વિયોગ-સહયોગની વિશેષતા રહેલી છે. વિયોગને વિસરી જઇને સહયોગનો સથવારો રાખો.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top