મૌન સર્વાથ સાધનમ કે ન બોલવામાં નવ ગુણ જવી સુવિચારની ઉક્તિ પ્રચલિત છે. પરંતુ સંજોગો અનુસાર ક્યારેક મૌન સેવવું અન્ય વ્યક્તિને અવશ્ય કરી શકે. સાચા પક્ષને ન્યાય અપાવવા મૌન તોડવુ અવશ્ય આવશ્યક. સત્ય જાણતા હોવા છતાં મૂક સાક્ષી બની રહેવુ એ નિર્દોષ વ્યક્તિને હાનિ પહોંચાડી શકે. અને ‘‘નરો વા કુંજરો વા’’ જેવી પરિસ્થિતી દરેક કિસ્સામાં યોગ્ય ન પણ ગણાય. મૌન શાંતિનું સુવાહક કહેવાતુ હશે. પણ યોગ્ય સમયે વાણી પણ એટલી જ જરૂરી. ક્રોધ અયોગ્ય અને શાંતિ હણતો હોય પણ પુણ્ય પ્રકોપ સમાજને હેરાન કરનાર વ્યક્તિ માટે પગલા લેવા જરૂરી બની જાય.
દેશદ્રોહી વ્યક્તિ તથા આતંકવાદ ફેલાવનાર આતંકીઓ સામે મૌન ધારણ કરવું ઉચિત ના જ ગણાય. દેશહિત અને સમાજહિત ખાતર પણ મૌન તોડી પુણ્ય પ્રકોપ દાખવવો જ રહ્યો. પરિવારમાં પણ ક્યારેક વડીલ વ્યક્તિ સત્ય જાણતા છતાં કોઇ એક વ્યક્તિને માઠું ન લાગે એ માટે મૌન ધારણ કરી બીજી વ્યક્તિ ને ક્યારેક અન્યાય કરી દે છે. એ અયોગ્ય ઘટનાજ કહેવાય. જેથી ખોટું આચરણ કરનારને પ્રોત્સાહન મળી જાય! અને સાચી વ્યક્તિનું દિલ દુભાય.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તમારે ત્યાં જૂના ફર્નિચર કેટલા?
રખે તમે એમ માનતા કે અહીં દિવાળી માં કબાડી માં અપાતાં જૂના ફર્નિચર ની વાત થઈ છે, પરંતુ વાત કરવી છે અહીં દીકરી ના વિવાહ તાણે એમની માતા ઓ દ્વારા પ્રયોજાતાં રૂપક શબ્દો ની,તમારે ત્યા જૂના ફર્નિચર એટલે “ડોહા”કેટલા ? સંયુકત કુટુંબ ની પ્રથા આજે પડી ભાંગી છે, એટલે પોતાની દીકરી ને એવા એકલ દોકલ ને ત્યા ઠેકાણે પાડવા મથામણ કરે છે, કે જયાં જૂના ફર્નિચર એટલે “ડોહા * ઘરડા, વડીલો ના હોય,પરંતુ સામાજીક વિકાસના સંદર્ભમાં વિચારીશું તો માલમ પડશે કે આજે જે યુવા પેઢી સફળતા ના શિખર ના જે સોપાનો સર કરી રહ્યા છે, તેની પાછળ જૂના ફર્નિચર એટલે વડીલો પોતાના અનુભવો પેઢી દર પેઢી આવનારી પેઢીઓ ને આપતા ગયા, વડીલો ની છત્રછાયા ન હશે તો આવનારી યુવા પેઢી અંધકાર યુગ તરફ ધકેલાય જશે,
સુરત – દિવ્યેશ કુમાર ફૈજાભગત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.