Charchapatra

મોબાઇલ ઉપવાસ શક્ય છે ખરા?

આજકાલ મોબાઇલનો અતિરેક વધી જવાથી તેનાથી થતા નુકસાનો વિશે વધુ માહિતી આવે છે. યુવાપેઢી પર અને બાળકો પર મોબાઇલ વધારે અસર કરી રહ્યો છે, સાથે સાથે સિનિયર સિટીજનો પણ બાકાત નથી.તો આપણે વિચારીએ કે એક અઠવાડિયાનો મોબાઇલ ઉપવાસ રાખીએ તો શું તકલીફ થાય તે જોઈએ. 1. અરજન્ટ માહિતીનો મેસેજ ચૂકી જવાય. 2. મોબાઇલથી થતું ટ્રાન્જેકશન અટકતાં કેશથી વ્યવહાર કરવો પડે. 3. નજીકના સગાનાં આકસ્મીક બનાવના સમાચાર ચૂકી જવાય અને ફોન ઉપાડતા નથી જેવા શબ્દો સાંભળવા પડે. 4. આપણે ઇમરજન્સીના સમાચાર આપી ન શકીએ. 5. નવરા બેઠા ટાઇમ પાસ ન થાય. 6. ઓફીસ તરફથી મળતી સૂચનાઓની માહિતી મળે નહિ. 7. તમને કેટલા મેસેજ કર્યા,જવાબ આપતા નથી એવા ઠપકા સાંભળવા પડે. 8. ધંધાવાળા હોય તો કસ્ટમરો નારાજ થાય. 9. પર્સનલ રીલેશન વાળી વ્યકિત ચિંતામાં પડી જાય. 10.બેટરી ઝીરો થઈ જાય. બાકીનું તમે જાણો. આ ઉપવાસના ફરાળી તરીકે નાનો સાદો મોબાઇલનો ઓપ્શન રાખી શકાય.
ગોડાદરા, સુરત    –  પ્રવિણ પરમાર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top