Entertainment

કોણ છે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ?, ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે ફોટા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પત્ની નતાશા સાથે ડિવોર્સ થયા ત્યાર બાદથી તેનું નામ અલગ અલગ યુવતીઓ સાથે જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અનન્યા પાંડે સાથે તેનું નામ જોડવામાં આવી રહ્યું હતું, કારણ કે આ બંને અનંત અંબાણીના લગ્નમાં જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ બંનેનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ હવે હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ છે. કારણ કે તેનો ગ્રીસ વેકેશનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ તરીકે બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાનું નામ ચર્ચામાં છે. પંડ્યાના ફેન્સ ઇન્ટરનેટ પર જાસ્મીન વાલિયા વિશે સર્ચ કરી રહ્યા છે. ખરેખર, જાસ્મીન વાલિયા ભારતીય મૂળની બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયામાં જાસ્મીન વાલિયાનું નામ હંમેશા ચર્ચામાં રહે છે.

જાસ્મિન 2010 માં ફેમસ ત્યારે થઈ જ્યારે તેણે બ્રિટિશ ટીવી રિયાલિટી શો ‘ધ ઓન્લી વે એસેક્સ’ માં તેણીએ ભાગ લીધો હતો. 2012 માં તે તેની મેમ્બર બની હતી. 2014માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી. શરૂઆતમાં જાસ્મિન બીજાના ગીતો ગાઈને પોતાની ટેલેન્ટ બતાવતી હતી, પરંતુ હવે તે પોતાના ગીતો જ ગાય છે.

આ ફોટાના લીધે અફેરની ચર્ચા ઉઠી
હાર્દિક અને જાસ્મીનના અફેરની ચર્ચા એક ફોટાના લીધે ઉઠી છે. વાત એમ છે કે તાજેતરમાં જાસ્મિને બિકિનીમાં ખૂબ જ ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યો છે. જાસ્મીન વેકેશન માટે ગ્રીસમાં છે. જાસ્મીને ફોટો પોસ્ટ કર્યો તેના થોડા સમય બાદ હાર્દિક પંડ્યાએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં હાર્દિક એક સ્વીમીંગ પૂલ નજીક ફરતો દેખાય રહ્યો છે. હાર્દિકના વીડિયો અને જાસ્મીનના ફોટાનું બેકગ્રાઉન્ડ એકસરખું જ દેખાતું હોવાના લીધે ફેન્સ વચ્ચે બંનેના ડેટિંગ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે.

હાર્દિક-જાસ્મીને એકબીજાની પોસ્ટ લાઈક કરી
બ્રિટિશ સિંગરે પંડ્યાનો વીડિયો લાઈક કર્યા બાદ હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના ડેટિંગના સમાચારે જોર પકડ્યું હતું. બીજી તરફ વાલિયાની બિકિની પોસ્ટ સિવાય હાર્દિક પંડ્યાએ પણ તેના જૂના ફોટા લાઇક કર્યા હતા. આમાં ગ્રીસના લાઇક ફોટાનો સમાવેશ થાય છે. બંને સેલિબ્રિટીઝ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે, જે તેમની ડેટિંગની અફવાઓને વધુ મજબૂત બનાવી રહી છે.

ફેન્સે જાસ્મીનને અફેર વિશે સીધા સવાલ પૂછ્યા
હાર્દિકનો વીડિયો અને જાસ્મીનનો ફોટો વાયરલ થતા જ બંનેના અફેરની ચર્ચા થવા લાગી. કેટલાંક યુઝર્સે તો જાસ્મીનને સીધે સીધું હાર્દિક સાથેના સંબંધનો પ્રશ્ન કર્યો હતો. એક યુઝરે પૂછ્યું, શુંહાર્દિક પંડ્યા અને તમે સાથે છો?, એક યુઝરે કમેન્ટ કરી કે, ‘હાર્દિક પંડ્યા ક્યાં છે?’ અન્ય એક યુઝરે સીધો સવાલ કર્યો, ‘શું તમે હાર્દિક પંડ્યાને ડેટ કરી રહ્યાં છો?’

જાસ્મીન વાલિયાએ કાર્તિક આર્યનની ફિલ્મમાં ગીત ગાયું હતું
જાસ્મીન વાલિયાનો જન્મ લંડનના એસેક્સમાં થયો હતો, પરંતુ જાસ્મીન વાલિયાના માતા-પિતા ભારતીય છે. આ કારણે જસ્મીનનો ભારત સાથે ગાઢ સંબંધ છે. એટલું જ નહીં જાસ્મિને બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં પણ જોવા મળી હતી. તેણે ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ ગીતનું રિમિક્સ બનાવ્યું હતું.

જાસ્મીન વાલિયા ભારતમાં પણ ફેમસ છે. હાલમાં જાસ્મીન વાલિયા હાર્દિક પંડ્યા સાથે વેકેશન પર ગઈ હોવાની ચર્ચા છે. એવું કહેવાય છે કે બંને ગ્રીસમાં વેકેશન માણી રહ્યા છે. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં હવે એમ કહી શકાય કે તેની વિદેશી પત્નીથી છૂટાછેડા લીધા બાદ હાર્દિક પંડ્યા ફરી એકવાર પ્રેમમાં પડેલો જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top