Charchapatra

બંધારણ હત્યા દિવસ ઉજવવો જરૂરી છે?

ઈ.સ.1975માં સરકારી ઓફિસનો કારોબાર કથળેલો લાગતા લોકહિલાર્થે જળવાતો નહોતો, જેને અંકુશમાં લાવવા 25મી જૂનથી કટોકટીનું જાહેરનામું અસ્તિત્વમાં આવ્યું હતું. જેને પરિણામે કાર્યકુશળતામાં સુધારો થતા જનતાને ન્યાય મળતો હતો. કહેવાય છે કે બાતોં સે નહીં માનતે વે લાતો સે માનતે હૈ. આજકાલ સંસદ દ્વારા આમ જનતા માટે ફરમાનો સબળ પક્ષની જોરે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જે અયોગ્ય અને તકલીફરૂપ હોય તો પણ કહેવાતી લોકશાહીમાં નામરજીએ વખાણ કરવા પડે છે.

આમજો સભ્યોની બોલતી બંધ થઈ જાય છે. આને પણ કટોકટીનું સ્વરૂપ કહેવાય કે નહિં? હાલના સબળપક્ષ સિવાયના અન્યપક્ષો જ ગૂનો કરતા હોય તેમ લાગે છે, અને તેમની સામે જ કાયદાકિય કારોબાર કરવામાં આવે છે. જો તેઓશ્રી પક્ષપલતા વડે ભાજપમાં આવે તેમનો ગુનો પણ માફ થઈ જાય, આને કહેવાય તાનાશાહીનું અને કટોકટીનું સ્વરૂપ. આપણા દેશનું બંધારણ તૈયાર કરવામાં ફાવટ ન આવતા કહેવાય છે કે ડૂબતો માણસ તણખલું શોધે તેમ ભૂતપૂર્વ કોંગ્રેસના વહિવટના સમયનાં કટોકટીને ધ્યાનમાં લઈ દરવર્ષે 25મી જૂનના દિવસે બંધારણ હત્યાનો દિવસ સબળપક્ષ જાહેર કર્યો છે, શુ તે યોગ્ય લાગે છે?
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા
અમેિરકામાં ગયા રવિવારે જાહેર સભામાં માજી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપ ગોળીાર થયો. ટ્રમ્પ બાલ બાલ બચી ગયા. એમને કાન ઉપર થોડી ઈજા થઈ. આવી હિંસા માટે અમેરિકાનો ગન કાયદો જવાબદાર છે. અમેરિકામાં ‘Righ of Gun’ છે જે ડેમોક્રેટિક પક્ષ દૂર કરવા માંગે છે, પરંતુ રીપબ્લિકન પક્ષ એને સપોર્ટ કરે છે. એ જ રીપબ્લિકન પાર્ટીના માજી પ્રમુખ ઉપર ગોળી બાર કરીને હિંસક હુમલો કરવામાં આવ્યો. પરંતુ લોકશાહીમાં હિંસાને સ્થાન નથી. કોઈ પણ વ્યક્તિ અહિંસક રૂપે પોતાના વિચારો રજૂ કરી શકે છે.

વળી રીપબ્લિકન પાર્ટીએ હવે એમને સત્તાવાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યા છે. એટલે એમની સલામતીની સઘળી જવાબદારી અમેરિકન સરકારની છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં ત્રણ સિધ્ધાંતોની વાત કરે છે. (1) અમેરિકા ફર્સ્ટ (2) અમેરિકન ફર્સ્ટ (3) મેઇક અમેરિકા ગ્રેટ અગેઈન. કોઈ પણ દેશના શાસક અને શાસક પક્ષની પોતાનો દેશ, પોતાની પ્રજા અને પોતાની પ્રજાની સુખાકારી વધે એ રીતની કાર્યવાહી કરવાની જ નીતિ હોવી જોઈએ. બાકી લોભામણી જાહેરાતો કે ભ્રામક વચનોનો કોઈ અર્થ નથી.
નવસારી- દોલતરાય એમ. ટેલર   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top