દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક અમેરિકન સરકારના ઢાંચાને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટેનું ટ્રમ્પની કેબિનેટમાં સૌથી અગત્યનું ખાતું સંભાળે છે. હમણાં એક વક્તવ્યમાં એણે જણાવ્યું કે એના ઘણા મોટા ધંધાકીય ડીલીંગ્સમાં એનું ટ્રમ્પ સરકાર સાથેનું એનું આ પ્રકારનું જોડાણ કંઈ જ ખોટું નથી. જે સરકાર સાથે કામ કરી રહ્યો છે તે સામે તેના હિતોનો જરાય ટકરાવ થતો નથી. એલન મસ્કે પોતાના તેમજ ટ્રમ્પના રોલ અને કાર્ય વિશે પોતાનો મત પ્રદર્શિત કર્યો હતો.ટ્રમ્પે જાહેર કર્યું કે, અમેરિકાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત સંસ્થા યુસેઇડ નકામી છે અને એને બંધ કરી દેવી જોઈએ. ફલસ્વરૂપ અમેરિકન પ્રમુખની કચેરીમાંથી ઈમેલ દ્વારા પોલ માર્ટિનને જણાવવામાં આવ્યું કે, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ યુસેડની પોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.
આજના જમાનામાં પટાવાળાને પણ છૂટો નથી કરાતો ત્યારે યુસેઇડ જેવી વિશ્વવિખ્યાત સંસ્થાના સિનિયર અધિકારીને જો આ રીતે છૂટા કરી દેવાય તો બીજાનું શું કહેવું?સામાન્ય રીતે કાયદા મુજબ વહીવટી તંત્રે ઇન્સ્પેક્ટર જનરલને આ રીતે નોકરીમાંથી તગેડી મૂકતાં પહેલાં ૩૦ દિવસની નોટિસ આપવી જોઈએ અને એની ચૂક અથવા વાંકના દરેક મુદ્દાદીઠ કારણ આપી આ પ્રકારની કડક કાર્યવાહી કેમ જરૂરી બની તેનો ખુલાસો આપવો જોઈએ. પણ માર્ટિનને આ રીતે છૂટો કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા તેના પહેલા જ અઠવાડિયામાં આ રીતે ઇન્સ્પેક્ટર જનરલની પોસ્ટ ઉપરના એક ડઝન કરતાં વધુ અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કર્યા છે.
કદાચ પ્રશ્ન એ થાય કે આ ઇન્સ્પેક્ટર જનરલની કામગીરી શું હશે? જવાબ છે: આઈજી કોઈ પણ પ્રકારની ગેરરીતિ, છેતરપિંડી, સંસાધનોનો બગાડ અથવા સત્તાનો દુરુપયોગ કોઈ પણ સરકારી એજન્સી દ્વારા થયો હોય તે સંદર્ભે સંશોધન કરી અહેવાલ તૈયાર કરે અને પોતાની ભલામણો આપે છે. ઇન્સ્પેક્ટર જનરલની કચેરી કામ કરવાની બાબતમાં સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને સીધેસીધી પ્રમુખને જ જવાબદાર છે. હવે આવી અગત્યની અને સંવેદનશીલ પોસ્ટ ઉપર રહેલ માણસને જો આ રીતે હાંકી કાઢવામાં આવે તો એની પાસે ચાલી રહેલી ગેરરીતિઓ અંગેની તપાસનું શું થાય? શું આ બધા કૌભાંડીઓ નિર્દોષ છૂટી જાય? કહેવાય છે કે, એલન મસ્ક અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ લગભગ રોજબરોજના ધોરણે એકબીજા સાથે વાત કરે છે અને આગામી કાર્યવાહી અંગે શું નિર્ણય લેવો તે આ બંને જ નક્કી કરે છે.
મસ્ક અને ટ્રમ્પની આ કાર્યપદ્ધતિએ કૉંગ્રેસમાં ચૂંટાઈ આવેલા ડેમોક્રેટ્સના કાનમાં ખતરાની ઘંટડીઓ વગાડવાનું શરૂ કર્યું છે. તે સામે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપવામાં રિપબ્લિકન્સ લગભગ શાંત છે.આટલા ટૂંકા ગાળામાં અમેરિકન કૉંગ્રેસથી માંડીને નાગરિકો, બધાયની ટીકાને પાત્ર એલન મસ્ક બન્યો છે. ૧૨ ફેબ્રુઆરીએ એલન મસ્કનું આ જાહેર પ્રાગટ્ય એની કાર્યપદ્ધતિ ઉપ૨થી શક્ય તેટલે અંશે ભેદભરમનો પડદો ઊંચકવાનો અને વાઈટ હાઉસ સમક્ષ પ્રમુખના માર્ગદર્શન હેઠળ એલન મસ્ક કઈ રીતે કામ કરે છે તે સંબંધિત પ્રકાશ પાડવાનો હતો.
તેમની આ પ્રકારની જાહેર રજૂઆત એ કોઈ ગુનેગારનું બચાવનામું નહોતું અને આમ છતાંય આ આખીય રજૂઆતમાં કેન્દ્રસ્થાને એલન મસ્ક હતો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બેઠો બેઠો સાક્ષીભાવે આ બધું જોયા કરતો હતો.આ સેશન ચાલતું હતું એમાં વચ્ચે મસ્કની સાથે આવેલો એનો ચાર વર્ષનો દીકરો એના ખભે ચઢી ગયો હતો અને એલન મસ્કના વાળ સાથે રમવા માંડ્યો હતો. અમેરિકાના પ્રમુખની હાજરીમાં ગંભીર મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા હતા તેવે સમયે ચાર વર્ષનું બાળક આવી શકે અને મીટિંગની અધવચ્ચે બાપના ખભા પર ચઢી જઈ એના ઝૂલ્ફાં સાથે રમત કરી શકે તો પછી અમેરિકામાં બધું જ આ રીતે બિનઔપચારિક ઢબે ચાલે છે? કોઈ પ્રોટોકોલ કે ઔપચારિકતા હોતાં જ નથી?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.