Editorial

શું આરએસએસ અને ભાજપ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે એકવાર એક નેતાએ તેમને વડાપ્રધાન પદ માટે સમર્થનની ઓફર કરી હતી. જો કે, ગડકરીએ આ ઓફરને એમ કહીને ના પાડી દીધી હતી કે મને આ પદની કોઈ લાલચ કે ઈચ્છા નથી. નાગપુરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહમાં ગડકરીએ કહ્યું- ‘મને એક ઘટના યાદ છે. હું કોઈનું નામ નહીં લઉં… તે વ્યક્તિએ કહ્યું હતું કે તમે વડાપ્રધાન બનો તો અમે સમર્થન કરીશું.’ પણ ગડકરીએ એ જણાવ્યું ન હતું કે આવું ક્યારે કહેવામાં આવ્યું હતું.

ગડકરીએ વધુમાં કહ્યું- ‘મેં તેમને પૂછ્યું કે તમે મને કેમ સમર્થન કરશો અને હું તમારો ટેકો કેમ લઉં? પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી માન્યતાઓ અને સંગઠનને વફાદાર છું. હું કોઈ પદ માટે સમજુતી કરીશ નહીં. મારો નિશ્ચય મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગડકરીએ આવું શા માટે અને આ સમયે કેમ કહ્યું તેના ઉપર પણ અનેક પ્રશ્નાર્થ ઊઠી રહ્યાં છે. બધા જ જાણે છે કે ગડકરીની કર્મભૂમિ નાગપુર છે અને તેઓ સંઘના ચૂસ્ત સ્વયં સેવક છે. આ પહેલા પણ પાંચ વખત નામ લીધા વગર પાંચ વખત આરએસએસ તરફથી સૂચક નિવેદન આવી ચૂક્યા છે. 

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા ત્યારથી સતત આ સવાલ ઉઠી રહ્યો છે કે, શું ભાજપ અને આરએસએસમાં બધું બરાબર નથી? તાજેતરમાં, આ વાતને વધુ વેગ મળ્યો જ્યારે સંઘના વડા મોહન ભાગવતે અગાઉ કહ્યું હતું કે, આત્મ-વિકાસના ક્રમમાં, એક વ્યક્તિ ‘સુપરમેન’, પછી ‘દેવતા’ અને ‘ભગવાન’ બનવા માંગે છે અને ‘વિશ્વરૂપ’ બનવાની ઈચ્છા રાખે છે , પરંતુ આગળ શું થશે તે નિશ્ચિત નથી.  જ્યારથી લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવ્યા છે, ત્યારથી માત્ર ભાગવત જ નહીં પરંતુ RSSના ઘણા નેતાઓના નિવેદનો પરથી લાગે છે કે, ભાજપ અને RSS વચ્ચે બધુ બરાબર નથી. આવો જાણીએ સંઘ પ્રમુખના આવા જ કેટલાક નિવેદન જેમાં તેઓ પીએમ મોદી અથવા ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.

જૂન 2024 માં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ કહ્યું હતું કે, સાચા ‘સેવક’ને કોઈ અહંકાર નથી હોતો અને તે ‘ગૌરવ’ જાળવી રાખીને લોકોની સેવા કરે છે. આરએસએસના વડાએ લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન નૈતિકતા જળવાતી નથી. ભાગવતે કહ્યું હતું કે, “અમારી પરંપરા સર્વસંમતિ બનાવવાની છે. તેથી સંસદમાં બે પક્ષો છે, જેથી કોઈપણ મુદ્દાની બંને બાજુઓ પર વિચાર કરી શકાય. પરંતુ આપણી સંસ્કૃતિની ગરિમા, આપણા મૂલ્યો જાળવવા

નાગપુરમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘કાર્યકર્તા વિકાસ વર્ગ-2’ના સમાપન કાર્યક્રમમાં RSS કાર્યકર્તાઓને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે, “સાચો સેવક કામ કરતી વખતે ગરિમા જાળવી રાખે છે. જે પ્રતિષ્ઠા જાળવી રાખે છે તે પોતાનું કામ કરે છે, પણ અલિપ્ત રહે છે. તેનામાં એવો કોઈ અહંકાર નથી કે મેં આ કર્યું. આવી વ્યક્તિને જ સેવક કહેવાનો અધિકાર છે.” રતન શારદાએ એક ચેનલને  આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું નિવેદન કે ભાજપ હવે આગળ વધી ગઈ છે અને એકલા હાથે દોડવા સક્ષમ છે, તે લોકસભા ચૂંટણી દરમિયાન ન આવવું જોઈએ.

Most Popular

To Top