આ લેખ લખાય છે ત્યારે જ ઓછામાં ઓછા ત્રણ માર્ગ અકસ્માતમાં દસથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે અને એટલાં જ ઘાયલ થયાં છે. એક સમયે વસતીવૃદ્ધિની સમસ્યા સમજાવતી વખતે તજજ્ઞો કહેતા કે ભારતની વસતી એ ઝડપે વધે છે કે તમે વાત કરો અને વસતીનો આંકડો બદલાઈ જાય છે. બસ, આવું જ અત્યારે દેશમાં માર્ગ અકસ્માતનું છે. આપણે વાત સમજાવતાં હોઈએ ત્યાં બે-ત્રણ માર્ગ અકસ્માત નોંધાઇ જાય છે. વાહન વ્યવહારના વધારા સાથે જ દેશમાં માર્ગ અકસ્માત અને તેમાં મૃત્યુ પામનારાંની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. કોરોનામાં લોક ડાઉન દરમિયાન માર્ગ અકસ્માતો ઘટવાના કારણે ૫૦ હજારથી વધુ મૃત્યુ અટકી શક્યાં હતાં. આ હકીકત છે. બાકી દર વર્ષે પચાસ હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે પણ એ સંખ્યા વધતી જાય છે.
દુનિયાભરમાં આર્થિક વિકાસને લીધે વાહન વ્યવહાર વધવા સાથે અકસ્માત વધતા જાય છે પણ ભારતમાં જે રીતે અકસ્માત થાય છે અને માણસો જીવ ગુમાવે છે તે જોતાં આ માર્ગ અકસ્માત ઓછા ને આત્મહત્યા કે હત્યા વધારે લાગે છે. જરા જુવો, રસ્તા ઉપર બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે પૂરપાટ દોડતી પેસેન્જર કાર અથડાય, છાપાની ભાષામાં પાછળથી ઘુસી જાય અને કારમાં બેઠેલાં મુસાફરો મૃત્યુ પામે છે. આ અકસ્માત નથી આત્મહત્યા છે. દેશમાં મોટા ભાગનાં વાહન ચાલકો ડાબી બાજુ એટલે કે રોંગ સાઈડે ઓવરટેક કરે છે પણ એ પાર્કીંગ સાઈડમાંથી પણ ગાડી પૂરપાટ દોડાવે છે, જે ઊભી રહેલી ટ્રક કે ગાડીમાં અથડાય છે. બીજો કિસ્સો જુવો, પૂરપાટ દોડતી ગાડી બેલેન્સ ગુમાવે છે અને યુવાન મિત્રો ગાડી સાથે રોડથી બાજુમાં પસાર થતી કેનાલમાં ડૂબે છે. આ અક્સ્માત ક્યાં છે, આ તો ભરપૂર બેદરકારી છે, જે જીવલેણ સાબિત થાય છે.
દારૂ પીને નશાની હાલતમાં વાહન હંકારવું ગુનો છે પણ હવે તો મોબાઈલમાં વોટસેપ ચેટ કરતાં વાત કરતાં ગાડી ચલાવવાની ટેવ વધારે ખતરનાક થવા લાગી છે. આવાં વાહનચાલકો બીજાના માટે જોખમી બનતા જાય છે. આપણી પોલીસ પણ પી.યુ.સી. અને પટ્ટા માટે જેટલી સજાગતા બતાવે છે તેટલી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં ચાલકોને અટકાવવામાં બતાવતી નથી માટે આવા અકસ્માત પણ વધે છે. આ મોબાઈલ પર વાત કરતાં મૃત્યુ પામે તે આત્મહત્યા છે અને તેમને કારણે જે મૃત્યુ પામે છે તેમની તો હત્યા છે. તેઓ તો ભોગ બન્યાં છે. તેમનાં મોતને અકસ્માતમાં નોંધવા તે ગુનો છે.
આમ તો એવું કહેવાય છે કે માણસ અનુભવમાંથી શીખે છે પણ આ માર્ગ અકસ્માતના સમાચારો જોઈએ ત્યારે થાય છે કે આટલા અકસ્માતો પછી આપણે સુધરતા કેમ નથી? સરકાર કહે કે ના કહે, હાઈ વે પર ટુ વ્હીલર વાહન ચલાવનારાએ હેલ્મેટ પહેરવી જ જોઈએ. રસ્તા પર ચાર રસ્તા આવે ત્યારે વાહન ધીમે જ ચલાવવું પડે. મુખ્ય રસ્તા ઉપર ગાડી ઊભી રાખવી પડે. એકદમ બ્રેક મારવી નહિ અને દરવાજો ખોલવાનો થાય ત્યારે પાછળ આવતા વાહનનું ધ્યાન રાખવું જ પડે. આજે દેશમાં દરેક વાહનચાલક એવું માને છે કે સાઈઠની સ્પીડ એ ધીમી સ્પીડ છે પણ એ માટે નગર શહેરમાં નાના રસ્તા પર પણ સૌ સાઈઠની નીચે તો ચલાવતા જ નથી. યુવાનોમાં રીલ બનાવવાનો ક્રેઝ વધતો જાય છે અને આ તમામ અકસ્માતો લગભગ આત્મહત્યા જેવા જ છે.
આપણે આ માટે વ્યાપક જાહેર ચિંતન અને ચર્ચા કરવી જોઈએ. ચેનલો ને છાપાએ લોકોને સતત જાગૃત કરવાં જોઈએ કે આ રીતે વાહન ચલાવી મોતના મુખમાં ના જાવ પણ સરકાર માત્ર દંડની રકમ વધારીને સંતોષ માની રહી છે. ટ્રાફિક પોલીસ કે હાઈ વે પોલીસ બેફામ ગતિમાં વાહન ચલાવનારાંને નિયંત્રિત કરવા કાંઈ કરતા નથી. દેશમાં નાગરિકશાસ્ત્ર ખાડે ગયું છે. સામાન્ય સમજણનો અભાવ વર્ષે દિવસે પચાસ-સાઈઠ હજાર માણસો અક્સ્માતોમાં હોમાય છે. આ વ્યાપક ચિંતાનો વિષય છે. યુવાનો આ રીતે જીવન ગુમાવે તે દેશનું પણ મોટું નુકસાન છે. વાહન ધીમે હંકારવું તે આપણી ધીરજની કસોટી છે. માનસિક ઉદ્વેગનું ઝડપમાં રૂપાંતર ન થવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.