બુધવાર તા. 6ઠ્ઠી સપ્ટેમ્બરની ગુજરામિત્ર દૈનિકની દર્પણ પૂર્તિના સારાંશ લેખ અંતર્ગત લેખકએ વિચારશીલ મુદ્દો રજૂ કર્યો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકિત કલાકારો આર્થિક ઉપાર્જન માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે! શું એમને જરાક પણ ખ્યાલ ન હશે કે યુવાપેઢીના માનસ ઉપર કેટલી વિપરીત અસર પણ થઇ શકે! યુવા પેઢી કેઅન્ય દર્શકોને જુગાર રમવા માટે પ્રેરવાના? કે ઓનલાઇન જુગારની લતે આત્મહત્યા કરવા તેજસ્વી વિદ્યાર્થી પ્રેરાય!
શાહરૂખ ખાન હોય કે ગોવિંદા કે અન્ય ફિલ્મ સિતારા સ્વયંની લોકપ્રિયતા રોકડી કરી લેવા ઉત્સુક હોય! આપણા સુપરસ્ટાર પણ જાહેરાતમાં આવવા માટે અતિ ઉત્કંઠ છે! પછી એ ગાંઠિયાની જાહેરાત કેમ ન હોય? દિવાલની પેઇન્ટની જાહેરાત તો ઠીક છે પણગ ગુટકાની જાહેરાત માટે પણ ત્રણ કલાકારો જનતાને (નાણાં ઉપાર્જન માટે) સંદેશો આપતા જણાય છે! તેજસ્વી વિદ્યાર્થી પ્રભાતનો કિસ્સો માતા પિતા માટે અને અન્ય વિદ્યાર્થીઓ માટે આંખ ખોલનાર અને લાલબત્તી સમાન છે, જેણે ઓનલાઇન જુગારમાં દેવું વધી જતાં આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો અને આ જુગારની જાહેરાત કરનારા ફિલ્મી કલાકારો પાસે શું ઓછા નાણા હશે કે આ પ્રકારની જાહેરાત કરી યુવા પેઢીને ભરમાવાતા હશે?
ઋત્વિકરોશન પણ ઓનલાઇન જુગાર રમવા માટે યુવા પેઢીને માર્ગદર્શન આપે છે! એમને પરિણામની ખબર જ નહીં હોય કે આ લત એવી છે કે એના વમળમાં ભેરવાયા બાદ પરત ફરવું આઘરી વાત છે! આ કલાકારોને સાચી સમજ આપવાની અત્યંત જરૂર છે. જેથી એમના ચાહકો, એમને રોલ મોડેલ માનનારી યુવાપેઢી ખોટે માર્ગે ન દોરવાય અને દેવું વધતાં આત્મહત્યા ન કરે. મોટા ભાગની જાહેરાતોનો એમને અનુભવ હોય છે ખરો? કે આ વસ્તુ કે માર્ગ કે મશીન યોગ્ય છે ખરા? નાણા સાથે જ નિસ્બત! અરણ્ય રૂદન એમના સુધી પહોંચશે ખરૂં?
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
G- 20 summit અને ‘વસુધૈવ કુટુમ્બકમ્ ‘ની ઊંચી વિભાવના
‘ભારત’ દેશનાં યજમાન પદે(અધ્યક્ષતા માં ) રાજધાની દિલ્લીમાં g -20 ( ગ્રુપ ઑફ ટવેન્ટી )શિખર સંમેલન મળ્યું .જેમાં વિકસિત વીસ દેશોનું જોડાણ છે. પહેલાં એ g – 7 તરીકે ઓળખાતું . પણ એમાં બીજા દેશો જોડાતાં ક્રમશ: એ G – 20 બન્યું (. લોગ સાથ આતે ગયે ઓર કારવાં બનતા ગયા .)g – 20 એ વૈશ્વિક આર્થિક નીતિ, નાણાંકીય વ્યવહારો અને વૈશ્વિક પડકારો ની ચર્ચા અને સંકલન નું એક મંચ છે.. એમાં ‘વન અર્થ, વન ફેમિલી ‘ અર્થાત ‘ વસુધા (પૃથ્વી ) ઈવા કુટુમ્બકમ્ .પૃથ્વી એક પરિવાર( સૌનો સાથ, સૌનો વિકાસ) ની ખૂબ ઊન્ચી વિચાર ધારા રજૂ થઈ.
જે ભારત ની વિદેશ નીતિ નો પાયો છે. ભારતીયો એ જુદાં જુદાં દેશોનાં ધર્મ, સંસ્કૃતિ , ભાષાં ને પોતાનો હિસ્સો બનાવી ને અપનાવી લીધાં છે. આજે જયારે કુટુંબો તૂટતાં જાય છે.જુદાં જુદાં રાજયોમાં વિગ્રહો થાય છે.( ક્ષુલ્લક કારણોસર ભડકે બળે છે.) ત્યારે એને પહેલાં વન નેશન , વન ફેમિલી બનાવવું પડશે.આ સરસ સંકલ્પના ને દરેકે પરિવાર થી શરુ કરી વૈશ્વિક પરિવાર સુધી (ક્રમશ: સમાજ, દેશ અને દુનિયા ) સુધી વિસ્તારવી પડશે. આ વિભાવના ને વ્યકિત થી શરૂ કરી સમષ્ટિ સુધી લઈ જવી પડશે.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.