સંતરામપુર : સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામની હદ અને ઉબેર ગામની હદ ઉપર આવેલા ચીબોટા નદીના પુલ ઉપર આરસીસી રસ્તાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તે પહેલા આ માર્ગ ડામર માર્ગ હતો અને હમણાં છે. તેની ઉપર માત્રને માત્ર સીધેસીધું કોઈપણ જાતનું ખોદકામ કર્યા વગર આરસીસી કોંક્રેટનું મિશ્રણ કરીને રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને સ્થાનિક લોકો દ્વારા આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તો બનાવવામાં આવે છે, તે રસ્તાને જેસીબી થી પૂરેપૂરો જમીન લેવલે સાફ-સફાઈ કર્યા વગર અને તેમાં નક્કી કરેલું સ્ટીલ લોખંડ અને ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું નથી. જેને લઈને આ માર્ગ વહેલામાં વહેલી તકે તૂટી જાય તેવી આશંકાને લઈને લોકોમાં આવી નબળી કામગીરી પ્રત્યે ભારે રોષ ભભૂકી ઊઠેલો જોવા મળે છે.
સંતરામપુર તાલુકાના ઉંબેર અને પાદરડી ગામની હદ ઉપર આવેલ ચીબોટા નદીના પુલ ઉપર સતત 24 કલાક રાહદારીઓની નેવાહન ચાલકોની અવર-જવર રહે છે અને આ રસ્તાની બાજુમાં મોટો ડુંગર આવેલો છે. એ ડુંગરમાંથી સતત પાણી વહ્યા કરે છે અને ચોમાસાની અંદર તો પાણી ખૂબ જ વધી જવાને કારણે દર વર્ષે આ માર્ગ જર્જરીત થઈ અને તૂટી જાય છે. ચાલુ સાલે પણ આ માર્ગને આરસીસીથી બનાવવામાં આવી રહ્યો છે. તેમાં હલકી કક્ષાનો સિમેન્ટ રેતી કપચી વાપરવામાં આવેલહોવાને લીધે હાલમાં સ્થળ ઉપર બની રહેલો રોડ એકદમ તકલાદી બનતો હોઇ જે આ રોડ લાંબો સમય સુધી ટકી શકે તેમ નથી.
જેને લઇને ગ્રામજનોની માંગણી છે કે આ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે તેને સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરીને રસ્તો બનાવવામાં આવે??? ને હાલ જે આ રસ્તાની જે કામગીરી થઈ છે તે ને જે કામગીરી થઈ રહી છે તે પ્લાન એસ્ટીમેન્ટ મુજબ થાય છે કે કેમ તેની તપાસ માટેની માંગ ઉઠી છે. અલબત્ત, મહિસાગર જિલ્લાના માર્ગ મકાન વિભાગમાં અગાઉ પણ અનેક રોડના કામ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પગલાં ભરવામાં પાછી પાની કરવામાં આવતી હોવાની ચર્ચા છે.