World

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ – Day 3 – સવારથી અત્યાર સુધી શું બન્યું

કુવૈતમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ:

  • કુલ સંકેત પ્રમાણે કુવૈત એરસ્પેસમાં અમેરિકી ફાઇટર જેટ ક્રેશ થયું.
  • પાઇલટે સલામત રીતે ઇજેક્ટ કરી લીધા.
  • IFF ખામી અથવા પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમની ખોટી ઓળખનું સંશય.

દુબઈ અને અબુ ધાબીમાં બોમ્બમારો:

  • લગભગ 16 કલાક પહેલા દુબઈ પોર્ટ અને બુર્જ ખલીફા નજીક હુમલા.
  • નવા મિસાઈલ હુમલાના અવાજો દુબઈ, કતાર (દોહા) અને બહેરીન (મનામા) માં નોંધાયા.
  • એર ડિફેન્સ સિસ્ટમે કેટલાક ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડ્યા.

લેબનોન અને હિઝબુલ્લાહ:

  • હિઝબુલ્લાહે ઇઝરાયલમાં ઘણા સ્થળોએ બોમ્બમારો કર્યા.
  • ઇઝરાયલે બેરૂતના 50 ગામો ખાલી કરાવ્યા.
  • લેબનોન પર ઇઝરાયલના હુમલામાં 31 લોકોનાં મોત, 149 ઘાયલ.
  • દહિયાહને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે.

ઇઝરાયલ-ઈરાન હવાલો:

  • ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના 10 મોટા શહેરોને હવામાં મિસાઈલ હિટ કર્યાં.
  • અત્યાર સુધી 200+ લોકોનાં મોત, 740+ ઘાયલ.
  • એક સ્કૂલ પર હુમલામાં 180 વિદ્યાર્થીઓનાં મોત, 45 ઘાયલ.

ઈરાકમાં ધડાકા:

  • એરબિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વિસ્ફોટ, જાનહાનિ અંગે માહિતી નથી.
  • હુમલા ઈરાન દ્વારા હોવાની સંભાવના.

ઈરાનના શહેરો પર હુમલાઓ:

  • સનંદજમાં મિસાઈલ હુમલામાં 2 લોકોના મોત, રહેણાંક ઇમારતો નષ્ટ.
  • ગીચ વિસ્તાર સહિત છ મિસાઈલ હુમલાં.

કુવૈત, કતાર, દુબઈ, અબુ ધાબી, બહેરીન પર ટેન્શન:

  • યુએસ દૂતાવાસે નાગરિકોને સલામત રહેવાની ચેતવણી.
  • અમુક સ્થળોએ વિસ્ફોટ અને મિસાઈલ જોખમ તોળાયું.

જેરુસલેમમાં હવાઈ સાયરન:

  • ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમે ઇરાનના મિસાઈલને હવામાં નષ્ટ કર્યો.
  • કોઈ જાનહાનિનો રિપોર્ટ નથી.

અમેરિકા-ઈરાન પ્રતિક્રિયા:

  • NATO દેશો (ફ્રાન્સ, જર્મની, યુકે)એ ઈરાનને અવિચારી હુમલો તાત્કાલિક રોકવાની અપીલ.
  • યુએસ સંસદમાં જણાવાયું કે ઈરાનના હુમલાની પૂર્વ તૈયારી અંગે કોઈ ગુપ્ત માહિતી ન હતી.

ઈરાનના નિવેદન:

  • ઈરાન અમેરિકા સાથે કોઈ વાતચીત નહીં કરે.
  • અલી લારીજાનીનો કટાક્ષ: ટ્રમ્પના ‘ખોટા વચનો’ થી ક્ષેત્ર અસ્થિર, ‘અમેરિકા ફર્સ્ટ’ ને ‘ઇઝરાયલ ફર્સ્ટ’માં બદલી.

Most Popular

To Top