નવી દિલ્હી: ભારત (India) માટે IPL તહેવાર સ્વરૂપ ગણાય છે. લોકો તેની રાહ જોય છે. આમ તો IPL 2023 શરૂ થવાની એક મહિનાની વાર છે. પણ તેની પહેલા જ મુંબઈ ઈંડિયન્સ (MI) ટીમને મોટો ઝટકો લાગયો છે. ટીમનો પ્લેયર જસપ્રીત બુમરાહને IPL 2023માંથી આઉટ (Out) કરવામાં આવ્યો છે. જેના કારણે MI ટીમની બોઈંગ લાઈન ઢીલી પડી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે.
શા માટે બુમરાહ ટીમમાંથી બહાર થયો
છેલ્લાં કેટલાય સમયથી બુમરાહનો સમય નબળો ચાલી રહ્યો છે. ઓગસ્ટ 2022માં તેને પીઠના ભાગે વાગ્યું હતું જેનાં કારણે તે ખૂબ જ હેરાન થઈ રહ્યો છે. તે એશિયા કપમાં પણ રમયો ન હતો. જાણકારી મુજબ શરૂઆતમાં ધાવ ગંભીર લાગી રહ્યાં ન હતાં કારણ કે બુમરાહને 12 સપ્ટેમબરના રોજ T-20 વલ્ર્ડકપ રમવા માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. પોતાની ફિટનેસને સાબિત કરવા માટે બુમરાહ 23 અને 25 સપ્ટેમ્બરનાં રોજ ઓસ્ટ્રેલિયા સીરિઝની છેલ્લી બે T-20 મેચ પણ રમ્યો હતો.
જો કે, ત્રણ દિવસ પછી, બુમરાહ તિરુવનંતપુરમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં જોવા મળ્યો ન હતો. પાછળથી એવું બહાર આવ્યું કે તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. બીજા દિવસે બુમરાહને એનસીએમાં લઈ જવામાં આવ્યો જ્યાં વધુ સ્કેનથી પુષ્ટિ થઈ કે તેની ઈજા ગંભીર હતી. બાદમાં તેને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બુમરાહે નવેમ્બરમાં ફરી રમવા માટે શરૂ કર્યું અને ડિસેમ્બરમાં બોલિંગ પણ શરૂ કરી. બધું બરાબર થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને બુમરાહને શ્રીલંકા સામેની વ્હાઇટ બોલ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરીની શરૂઆતમાં મુંબઈમાં ફિટનેસ ડ્રિલ દરમિયાન બોલિંગ કરતી વખતે તે હેરાન થયો હતો. સ્કેન કરતા જાણવા મળ્યું કે તેની ઈજા સારી થઈ નથી. તેને પીઠના ભાગે વાગ્યું હતું તેમાં કોઈ સુઘાર ન હતો આ ઉપરાંત જયાં વાગ્યું હતું ત્યાં વધારે ખરાબ રીતે બેક સ્ટ્રેસ ફ્રેકચર થયું હતું. જેના કારણે બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.