Sports

IPL 2022: મેચ ફિક્સિંગનો નેટવર્ક પાકિસ્તાન સાથે, CBIએ સટ્ટાબાજી પર કરી કાર્યવાહી, નોંધાઇ બે FIR

નવી દિલ્હી: હાલ IPL2022 ચાલી રહ્યુ છે. દરમિયાન સટ્ટાબજી (Betting) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેના સંબંધ પાકિસ્તાન (Pakistan) સાથે હોય તેવું જણાવવામાં આવી રહ્યુ છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019માં મેચ ફિક્સિંગ (Match Fixing) અને સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે. શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ કરતી બે FIR નોંધી છે. આ એફઆઈઆર ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, આઈપીસીની બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ નોંધવામાં આવી છે.

  • પાકિસ્તાન સાથે જોડાયેલા ફિક્સિંગ નેટવર્કનો પર્દાફાશ
  • IPL મેચો સંબંધિત સટ્ટાબાજીની આડમાં સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ
  • નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલાવ્યા
  • આરોપીના ખાતામાં લગભગ 10 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું

સટ્ટાબાજીની આડમાં સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ
સીબીઆઈએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી મળેલા ઈનપુટ્સના આધારે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોના પરિણામોને પ્રભાવિત કરતા ક્રિકેટ સટ્ટાબાજોના નેટવર્ક વિશે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે. આગળ લખવામાં આવ્યું છે કે IPL મેચો સંબંધિત સટ્ટાબાજીની આડમાં તેઓ સામાન્ય લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ હેતુ માટે તેઓએ નકલી ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતા ખોલાવ્યા છે. આ બેંક ખાતાઓ જન્મતારીખ જેવી બોગસ વિગતો સાથે અને બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના ખોલવામાં આવ્યા હતા.

સટ્ટેબાજો પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતા
સીબીઆઈના જણાવ્યા અનુસાર આરોપી લોકો વકાસ મલિક નામના પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હતા, જેનો નંબર પ્રાથમિક તપાસ દરમિયાન મળી ચૂક્યો છે. એજન્સીની પ્રથમ એફઆઈઆરમાં ત્રણ વ્યક્તિઓ દિલીપ કુમાર (દિલ્હી), ગુરરામ સતીશ અને ગુરરામ વાસુ (બંને હૈદરાબાદ)ના નામ આપવામાં આવ્યા છે, જેનું નેટવર્ક 2013થી સટ્ટાબાજી સાથે સંકળાયેલું છે. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે આરોપીના ખાતામાં લગભગ 10 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.

એક સરકારી અધિકારીનું નામ સામેલ
કેન્દ્રીય એજન્સીએ શુક્રવારે નોંધાયેલી બીજી એફઆઈઆરમાં સજ્જન સિંહ, પ્રભુ લાલ મીણા, રામ અવતાર અને અમિત કુમાર શર્માનું નામ સામેલ છે. આ ચાર લોકો રાજસ્થાનના છે. બીજી એફઆઈઆરમાં એક અજાણ્યા સરકારી અધિકારી અને અન્ય ખાનગી વ્યક્તિઓ કે જેઓ 2010 થી આઈપીએલ ક્રિકેટ સટ્ટાબાજીમાં સક્રિય છે, તેમના નામ છે.

Most Popular

To Top