Sports

IPLની તૈયારીને અંતિમ ઓપ આપવા ગાંગુલી સહિતના BCCI ઉચ્ચ અધિકારી UAE પહોંચ્યા

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ઉચ્ચ પદાધિકારીઓ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જે વિન્ડો છે તેનો સંપૂર્ણ ઉપયોગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ માટે કરી લેવા અર્થે અને યૂએઇની તપતી ગરમીમાં ડબલ હેડર (DOUBLE HEADER) (એક દિવસની બે મેચ)ની સંખ્યામાં કપાત મુકવા માટે ફાઇનલ 15 ઓક્ટોબરે યોજવાના વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે. અહેવાલો અનુસાર આ ટૂર્નામેન્ટ રવિવાર 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલનું આયોજન પહેલા 10 ઓક્ટોબરે કરાવવાની યોજના હતી પણ હવે બીસીસીઆઇ અને અમિરાત ક્રિકેટ બોર્ડ (AMIRAT CRICKET BOARD) બનેએ આ ટી-20 ટૂર્નામેન્ટને 15 ઓક્ટોબર સુધી લઇ જવાનું વિચારી રહ્યા છે.

બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધીનો સમય છે. શરૂઆતમાં શરૂઆતમાં બીસીસીઆઇ 10 ડબલ હેડર મેચ રમાડવાનું વિચારતું હતું, જો કે સપ્ટેમ્બરના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં બપોરના સમયે 10 મેચ આટલા ઓછા સમયમાં ખેલાડીઓ માટે થાક ઉપજાવનારી બને તેમ હતું. તેથી જો શુક્રવાર 15 ઓક્ટોબરની પસંદગી કરવામાં આવે તો તે ભારતમાં વિકેન્ડની શરૂઆત હશે અને દુબઇમાં રજાનો દિવસ હોવાથી પ્રેક્ષકોને મેદાનમાં આવીને મેચનો આનંદ માણવાની તક મળી શકે. તેનાથી એક ઉદ્દેશ એ પણ સિદ્ધ થશે કે ડબલ હેડરની સંખ્યા પણ 10ના સ્થાને ઘટીને પાંચ કે છ રહી જશે.

વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે ગાંગુલી સહિતના ટોચના પદાધિકારીઓ યૂએઇમાં
આઇપીએલની બાકી બચેલી 31 મેચોનું 19 સપ્ટેમ્બરથી યૂએઇમાં આયોજન કરવાનું બીસીસીઆઇ દ્વારા નક્કી કરી લેવાયું છે, ત્યારે યૂએઇમાં વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, કાર્યકારી સીઇઓ હેમાંગ અમીન, કૌષાધ્યક્ષ અરૂણ ધૂમલ, સંયુક્ત સચિવ જયેશ જ્યોર્જ અને આઇપીએલ અધ્યક્ષ બ્રિજેશ પટેલ યૂએઇમાં જ છે. અમિરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરીને આયોજન સ્થળના નિરિક્ષણ પછી સચિવ જય શાહ ભારત પરત ફર્યા છે.

ઇંગ્લેન્ડથી આવનારા ભારતીય ખેલાડીઓને યૂએઇમાં ક્વોરેન્ટીમાં છૂટછાટ મળશે
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં પોતાની અંતિમ ટેસ્ટ માન્ચેસ્ટરમાં રમશે અને જો આ ટેસ્ટ પૂરા પાંચ દિવસ સુધી ચાલશે તો 14 સપ્ટેમ્બરે તે પુરી થશે અને તેના બીજા દિવસે ભારતના આઇપીએલ રમનારા ખેલાડીઓ ચાર્ટર્ડ વિમાન દ્વારા માન્ચેસ્ટરથી દુબઇ પહોંચશે. આ ખેલાડીઓએ યૂએઇમાં ત્રણ દિવસના સખત ક્વોરેન્ટીનનો સામનો કરવો પડી શકે છે, જો કે તેઓ બ્રિટનથી બાયો સિક્યોર માહોલમાંથી આવ્યા હોવાના કારણે તેમને તેમાં છૂટ મળી શકશે.

Most Popular

To Top