નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જ બેંગ્લોર (RCB) માટે માઠા સમાચાર આવ્યા છે. આરસીબીનું ટ્વીટર એકાઉન્ટ (Twitter Account) હેક (Heck) થઇ ગયું છે. સ્ટાર પ્લેયર વિરાટ કોહલીની (Virat Kohli) ટીમનું એકાઉન્ટ હેક થયા બાદ સોશ્યલ મીડિયા ઉપર તેના ફેન્સ ઘણા જ કન્ફ્યુઝ થઇ ગયા હતા.કેમકે આ ટ્વીટ એકાઉન્ટને લઈને ઘણી એવી પોસ્ટ કરવામાં આવી હતી જે ખુબ વાયરલ થઇ હતી. જોકે આરસી બીની ટીમ દ્વારા આ અંગે કેટલાક ખુલાસાઓ પણ પછીથી કરવામાં આવ્યા હતા..
- સ્ટાર પ્લેયર વિરાટ કોહલીની ટીમનું એકાઉન્ટ હેક
- આરસીબીની ટીમ દ્વારા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા
- પ્રોફાઈલ નામ અને પ્રોફાઈલ ફોટો પણ બદલાઈ ગયો
બંને ટ્વીટ સટ્ટાબાજી કે ગેમિંગ એપ જેવી દેખાતી હતી
RCB એકાઉન્ટ હેક થયા પછી ફ્રેન્ચાઇઝીના આ પેજ પરથી બે ટ્વિટ સવારે 6.31 વાગ્યે થઈ હતી આ બંને ટ્વીટમાં કાર્ટૂન દેખાતા હતા અને આ બંને ટ્વીટ સટ્ટાબાજી કે ગેમિંગ એપ જેવી દેખાતી હતી. આ ઘટના બાદ ફ્રેન્ચાઈઝીના એકાઉન્ટમાંથી પ્રોફાઈલ ફોટો પણ ગાયબ થઈ ગયો હતો. હવે જોવાનું એ રહેશે કે ફ્રેન્ચાઈઝીના ટ્વિટર એકાઉન્ટ પર ઉભી થયેલી આ સમસ્યા ક્યાં સુધી દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક વપરાશકર્તાની ટિપ્પણી અનુસાર ફ્રેન્ચાઇઝનું યુટ્યુબ એકાઉન્ટ પણ ગયા વર્ષે હેક થયું હતું.
પ્રોફાઈલ નામ અને પ્રોફાઈલ ફોટો પણ બદલાઈ ગયો
હાલમાં જ આઈપીએલની ફ્રેન્ચાઇઝી RCBનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ટ્વિટર પર NFT સંબંધિત ઘણી પોસ્ટ કરવામાં આવી હતી. આ સાથે પ્રોફાઈલ નામ અને પ્રોફાઈલ ફોટો પણ બદલાઈ ગયો હતો. એકાઉન્ટનું નામ બદલીને બોરડ એપ યાટ ક્લબ કરવામાં આવ્યું હતું.જેને લઇને ટીમના ફેન દ્વારા પણ ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી હતી. અને ત્યારબાદ યુઝર્સ દ્વારા કોમેન પણ કરવામાં આવી હતી.
RCBનું ટ્વિટર એકાઉન્ટ ઘણી વખત હેક થયું છે
એકાઉન્ટનું નામ અને ફોટો બદલ્યા બાદ બાયો સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. ઘણી પોસ્ટ હજુ પણ ટ્વિટ એકાઉન્ટ ઉપર મોજુદ છે જેમાં NFT સંબંધિત માહિતી આપવામાં આવી હતી. હવે આપને જણાવી દઈએ કે આવું ઘણી વખત બન્યું છે જ્યારે RCBનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોય અને ત્યારબાદ આવી અનેક પોસ્ટ કરવામાં આવી હોય.
ટીમના ચાહકોએ પણ આ અંગે સતર્કતા રાખવા અંગેની કોમેન કરી
આરસીબીની ટીમના ચાહકોએ પણ આ અંગે સતર્કતા રાખવા અંગેની કોમેન કરી હતી તેની સાથે ટ્વિટર પર ઘણા મીમ્સ પણ વાયરલ થયા હતા. આપને જણાવી દઈએ કે IPL ટીમ RCBની ફેન્સમાં ઘણી લોકપ્રિયતા છે. જેનું એક મુખ્ય કારણ વિરાટ કોહલી છે. વિરાટ કોહલી આરસીબી સાથે શરૂઆતથી જોડાયેલો છે.