Sports

આ ભારતીય ખેલાડીએ IPLના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરી

IPL 2023નો રોમાંચ ફરી શરૂ થવાનો છે. તમામ ટીમોની (Team) તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલ (IPL) ની 16મી સિઝન 31 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Stadium) શરૂ થશે. દરમિયાન વિશ્વભરના અનુભવી ખેલાડીઓ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. અને સાથેજ ખેલાડીઓ (Players) પર રૂપિયાનો વરસાદ પણ શરૂ થશે. આઈપીએલને ઈન્ડિયન મની લીગ પણ કહેવામાં આવે છે. એટલે કે જે ટીમો ખેલાડીને પસંદ કરે છે તે તેની ઉપર પૈસા વરસાવે છે. શું તમે જાણો છો કે અત્યાર સુધી રમાયેલી IPLની 15 સિઝનમાં કયા ખેલાડીએ સૌથી વધુ કમાણી કરી છે અને કેટલી કમાણી કરી છે? આ બાબત જાણવી ખૂબજ દિલચસ્પ રહેશે.

આઈપીએલની અત્યાર સુધી 15 સીઝન રમાઈ ચુકી છે અને હવે 16મી સીઝન રમાશે. આ 15 સીઝનમાં રોહિત શર્માએ IPL ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરી છે. ત્યાં સુધી કે તેણે એમએસ ધોની અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. આઈપીએલના ઈતિહાસમાં એમએસ ધોની કે વિરાટ કોહલીમાંથી કોઈ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી નથી. તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે. મનીબોલના રિપોર્ટ અનુસાર રોહિત શર્માએ આઈપીએલમાંથી અત્યાર સુધી 178.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રોહિત શર્મા અગાઉ ડેક્કન ચેઝર્સ તરફથી રમ્યો હતો જ્યારે ટીમે બીજી સિઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું. આ પછી તે મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યો અને થોડા સમય પછી MIનો કેપ્ટન બની ગયો. IPLના ઈતિહાસમાં રોહિત શર્માએ અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે જે સૌથી વધુ છે.

આ પછી કેપ્ટન અને ટીમ જેણે સૌથી વધુ IPL ટ્રોફી કબજે કરી છે તે છે એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ એટલે કે CSK. રિપોર્ટ અનુસાર આઈપીએલમાં કમાણીના મામલે એમએસ ધોની પણ રોહિત શર્મા પછી બીજા નંબર પર આવે છે. તેણે આઈપીએલમાંથી અત્યાર સુધીમાં 176.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એમએસ ધોની પ્રથમ આઈપીએલથી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સતત રમી રહ્યો છે. વચ્ચે બે વર્ષ માટે સીએસકેને સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારબાદ તે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સની ટીમ સાથે જોડાયો હતો પરંતુ બે વર્ષ પછી જ્યારે ટીમમાં વાપસી થઈ ત્યારે તે આ ટીમનો કેપ્ટન બન્યો હતો.

IPLમાં કમાણીના મામલામાં વિરાટ કોહલી ત્રીજા નંબરે આવે છે. ત્યારબાદ સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા આવે છે. ટીમ ઈન્ડિયા અને RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભલે હજુ સુધી IPLમાં એક પણ ખિતાબ જીતી શક્યા ન હોય પરંતુ તે કમાણીના મામલામાં રોહિત શર્મા અને એમએસ ધોની પછી ત્રીજા નંબર પર છે. જો વિરાટ કોહલીની કમાણી વિશે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર તે 173.2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વિરાટ કોહલી પહેલા આઈપીએસથી લઈને અત્યાર સુધી આરસીબી માટે આઈપીએલ રમી રહ્યો છે. પહેલા તે કેપ્ટન હતો પરંતુ IPL 2022 પહેલા તેણે પોતે જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. હવે ટીમની કમાન ફાફ ડુપ્લેસીના હાથમાં છે.

આ પછી ચોથા સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીની વાત કરીએ તો તે છે સુરેશ રૈના જે હવે IPL નથી રમી રહ્યા. તેની અત્યાર સુધીની કમાણી 110 કરોડ રૂપિયાની નજીક છે. બીજી તરફ આ યાદીમાં પાંચમા નંબર પર રવિન્દ્ર જાડેજા છે જેની કમાણી 109 કરોડ રૂપિયાથી થોડી વધુ છે. વચ્ચે તે CSKનો કેપ્ટન બન્યો પરંતુ જ્યારે ટીમનું પ્રદર્શન સારું ન રહ્યું તો તેણે પોતે જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી અને એમએસ ધોની કેપ્ટન બન્યો. હાલની વાત કરીએ તો આઈપીએલમાં સીએસકે ટીમ દ્વારા રવીન્દ્ર જાડેજાને એમએસ ધોની કરતા વધુ પૈસા આપવામાં આવે છે.

Most Popular

To Top