Sports

IPL 2022: આ ખેલાડીઓની લાગી ઊંચી બોલી, ઓક્શનર હ્યૂજ એડમિડ્સ બેભાન થયા

બેંગ્લોર: રોમાંચકથી ભરપૂર IPLનું મેગા ઓક્શન ( IPL 2022 Mega Auction) શરૂ થઇ ગયું છે. ઓક્શન શરૂ થયા બાદ એક દુર્ભાગ્ય પૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હરાજી દરમ્યાન ઓક્શનર હ્યુજ એડમિડ્સ (Hugh Admids) બેભાન થઇ જતા ઓક્શન અટકી પડ્યું છે. જો કે આ ઘટના જોતા ઓક્શનમાં હાજર રહેલા તમામ દિગ્ગ્જ્જો ચોંકી રહી ગયા હતા. અને તાત્કાલિક ડોક્ટર બોલાવવામાં આવ્યા છે. ઓક્શનરને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

દર વર્ષે દેશના ક્રિક્રેટ રસિયાઓ જેની આતુરતા પૂર્વ રાહ જોઈ રહ્યાં હોય છે એ IPL મેચનું મેગા ઓક્શન આજથી શરૂ થઇ ગયું છે. આ ઓક્શન ત્રણ દિવસ ચાલશે. આ ઓક્શન 15 દેશ (Country)ના 600 ક્રિકેટરો (Cricketers)ની હરાજી શરૂ થઇ ગઈ છે. બેંગ્લોરમાં IPLનું મેગા ઓક્શન ( IPL 2022 Mega Auction) શરૂ થઇ ગયું છે. જેના પર સમગ્ર દેશવાસીઓની નજર છે. જો કે ઓક્શન દરમ્યાન એક દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બની છે. ઓક્શન દરમ્યાન ઓક્શનર બેભાન થઇ જાતા દિગ્ગ્જો ચોંકી ઉઠ્યાં હતા. ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે તે બેભાન થઈને સ્ટેજ પરથી પડી ગયા છે. જેથી આ ઓક્શન હાલ રોકી દેવામાં આવ્યું છે.

ઓક્શનર હ્યુજને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા છે. જો કે અત્યાર સુધીમાં થયેલી હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ ઐય્યર રહ્યો છે. જેને કોલકાતા નાઈટ રાઇડર્સે 12 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. શ્રેયસ ઐયર માટે કોલકત્તા અને ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) વચ્ચે બોલી લાગી રહી હતી અંતે કોલક્તાએ ખરીદી કરી છે. બોલીમાં આર્યન ખાન (Aryan Khan) પણ સામેલ હતો. શિખર ધવનને પંજાબે (Kings XI) 6.25 કરોડમાં ખરીદી લીધો છે. શિખર માટે પંજાબ દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રેસ હતી. ગુજરાત ટાઇટન્સે ઓપનર જેસન રોયને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રોબિન ઉથપ્પાને ચેન્નાઈ સુપર કિંગ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

14 દેશોના 600 ખેલાડી માટે હરાજી, 220 ખેલાડી તો વિદેશના છે
આ ઓક્શનમાં કુલ 600 ક્રિક્રેટરો છે. જે પૈકી 370 ભારત (india) અને અન્ય 220 ખેલાડીઓ અલગ-અલગ 14 દેશોના છે. વિદેશી ખેલાડીઓ પૈકી ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડી, વેસ્ટ ઈન્ડીઝના 34 ખેલાડી, દક્ષિણ આફ્રિકાના 33 ખેલાડી, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડના 24-24 ખેલાડી, શ્રીલંકાના 23 ખેલાડી, અફઘાનિસ્તાનના 17 ખેલાડી, બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5 ખેલાડી, 3 ખેલાડીનો સમાવેશ થાય છે. નામીબિયા તરફથી, સ્કોટલેન્ડના 3 અને નેપાળ, યુએસએ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડી છે.

કોલકત્તા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને 12.25 કરોડમાં ખરીદયો, અન્ય ખેલાડીઓને મળી આટલી રકમ
આ ઓક્શનમાં અત્યાર સુધીમાં મોંઘો શ્રેયસ અય્યર (Shreyas Iyer)રહ્યો છે. જેને કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders)12 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હર્ષલ પટેલ (Hershal Patel)બન્યો છે. જેને રોયલ ચેલેન્જર બેંગ્લોરે (Royal Challenger Bangalore) 10 કરોડ 75 લાખ રૂપિયામાં ટીમમાં જોડ્યો છે. તે પછી પંજાબ કિંગ્સે (Punjab Kings) શિખર ધવન (Shikhar Dhawan)ને 8 કરોડ 25 લાખ રૂપિયામાં, રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) રવિચંદ્રન અશ્વિનને 5 કરોડ રૂપિયામાં અને પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાને રૂ. 8 કરોડમાં અને ડેવિડ વોર્નર (David Warner)ને રૂ. 6.25 કરોડમાં દિલ્હી કેપિટલ્સે પસંદ કર્યા છે.

શિમરોન હેટમાયરને રાજસ્થાન રોયલ્સે રૂ. 8.50 કરોડમાં ખરીદ્યો છે. હેટમાયર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે હતા. વિરામ બાદ ફરી હરાજી શરૂ થઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સે આક્રમક બેટ્સમેન મનીષ પાંડેને 4.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પાંડેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. મનીષ લાંબા સમયથી SRHનો ભાગ હતો. ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડ ચૂકવીને ઉમેર્યા છે. તે અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં હતો અને તેની કેપ્ટનશીપ હેઠળ ટીમને ટ્રોફી અપાવી હતી. ક્વિન્ટન ડી કોક 6.75 કરોડ ચૂકવીને લખનૌ સુપરજાયન્ટ્સ સાથે જોડાયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાફ ડુ પ્લેસિસને રૂ. 7 કરોડમાં સામેલ કર્યા. ડુ પ્લેસિસ અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. ગુજરાત ટાઇટન્સને પ્રથમ ફાસ્ટ બોલર મળ્યો હતો. ગુજરાતે મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાને 8 કરોડ રૂપિયા આપીને જોડ્યો હતો. તે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. પંજાબ કિંગ્સે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાને રૂ. 9 કરોડ અને રૂ. 25 લાખમાં ખરીદ્યો હતો. પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 7.25 કરોડમાં ખરીદ્યો છે.

Most Popular

To Top