National

આઇપીએલ 2021 માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં યોજાશે ખેલાડીઓની હરાજી

નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં યોજાશે. આઇપીએલના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. જો કે પીટીઆઇ દ્વારા એક અઠવાડિયા પહેલા જ આ તારીખની જાહેરાત કરી દેવાઇ હતી.
આઇપીએલના ટ્વિટર હેન્ડલ પર કરાયેલી પોસ્ટ અનુસાર આઇપીએલ 2021 માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ થશે. આ મીની હરાજી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી બે ટેસ્ટ પછી થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે હજુ એ નિર્ણય કરવાનો બાકી છે કે આ સીઝન ભારતમાં રમાશે કે નહીં. જો કે સૌરવ ગાંગુલી એવું હંમેશા કહેતા રહ્યા છે કે આ લોભામણી લીગને ભારતમાં યોજવાના બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top