નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની મેગા ઓક્શનનો આજે પ્રથમ દિવસ છે અને ખેલાડીઓની (Player) કિસ્મત ચમકવા જઈ રહી છે. પરંતુ મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈએ (BCCI) આ યાદીમાં દસ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. એટલે કે હવે 590 નહીં પણ 600 ખેલાડીઓ પર બોલી (auction) લાગશે. આ પહેલા મેગા ઓક્શન (mega auction) 2018માં યોજાયું હતું. તે સમયે ઓક્શનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે 10 ટીમો ભાગ લશે. 590 ખેલાડી ઓક્શનમાં સામેલ હતા પણ છેલ્લી ઘડીએ લીસ્ટમાં બીજા 10 નામ સામેલ કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં યોજાનાર આ ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની કિસ્મત ચમકશે. ઓક્શનમાં સોથી પહેલા 10 માર્કી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. ત્યાર પછી બાકીના ખેલાડીઓની બોલી લાગશે. ગુજરાત ટાઇટન્સમાં કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે તેના પર બધાની નજર છે.
મેગા ઓક્શનમાં જે દસ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એરોન હાર્ડી, લાન્સ મોરિસ, નિવેથાન રાધાકૃષ્ણન, અગ્નિવેશ અયાચી, હાર્દિક તૈમોર, નીતિશ કુમાર રેડ્ડી, મિહિર હિરવાણી, મોનુ કુમાર, રોહન રાણા, સાઈરાજ પાટીલનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમાંથી ત્રણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ પહેલાથી જ કેટલાક અંડર-19 ખેલાડીઓને સૂચિમાં સામેલ કરવાની વાત કરી હતી. આમાં ભાગ લેનાર વિવિધ દેશોના ઘણા ખેલાડીઓ આ યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે, જ્યારે કેટલાકના નામ સામેલ નથી.
U-19 ટીમના ખેલાડીઓને તક મળશે
નોંધનીય છે કે IPL ની મેગા ઓક્શન પહેલા વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 વર્લ્ડ કપ રમાયો હતો, જેમાં ભારતે જીત મેળવી હતી. આમાં ભાગ લેનાર વિવિધ દેશોના ઘણા ખેલાડીઓ આ યાદીમાં પહેલાથી જ સામેલ હતા, જ્યારે કેટલાકના નામ સામેલ ન હતા.
મેગા ઓક્શનની યાદીમાં અંડર-19 ખેલાડીઓના સ્થાન માટે પણ એક માપદંડ છે, જેમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જરૂરી છે. આવી સ્થિતિમાં, બિનઅનુભવ ખેલાડી સામેલ નથી, તેઓને અગાઉ ઉમેરવામાં આવ્યાં નથી. જો ભારતની વિશ્વ વિજેતા ટીમની વાત કરીએ તો અંડર-19 ટીમના કેપ્ટન યશ ધુલની હરાજીમાં બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. આ સિવાય ઘણા ખેલાડીઓને હરાજીમાં સ્થાન મળ્યું છે.
ઓક્શનમાં કયા દેશના ખેલાડીઓ સામેલ થયા છે
ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શન માં 370 ભારતીય ખેલાડીઓ સામેલ છે જ્યારે 14 દેશોના 220 વિદેશી ખેલાડીઓ પણ ઓક્શનમાં સામેલ છે. જેમાં ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડીઓ, અફઘાનિસ્તાનના 17 ખેલાડીઓ,વેસ્ટ ઈન્ડિઝના 34 ખેલાડીઓ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના 24-24 ખેલાડીઓ, શ્રીલંકાના 23 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 33 ખેલાડીઓ, , બાંગ્લાદેશ અને આયર્લેન્ડના 5 ખેલાડીઓ, 3 ખેલાડીઓનો સમાવેશ થાય છે. નામિબિયા તરફથી, સ્કોટલેન્ડના 3 અને નેપાળ, યુએસએ અને ઝિમ્બાબ્વેના એક-એક ખેલાડી સામેલ થયા છે.