Sports

IPL 2023નું ટાઈમટેબલ જાહેર: હવે આ તરીખથી શરુ થશે રોમાંચ, કઈ ટીમો પહેલા દિવસે ટકરાશે ?

નવી દિલ્હી : IPL 2023ની (IPL 2023) મેચોનુ ટાઈમટેબલ (Timetable) જાહેર થઇ ગયો છે. આ સમાચાર 17 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા કે આઇપીલનું ટાઈમટેબલ આવવાનું છે. અને આ સાથે જ ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો છે. છેલ્લા ઘણા વખતથી ક્રિકેટ રસિયાઓની નજર આઈપીએલના કાર્યક્રમ અને ટાઈમટેબલ ઉપર ટકી હતી. અને હવે બ્રોડકાસ્ટ (Broadcast) તરફથી પણ તેનું એલાન થઇ ચૂક્યું છે કે આઇપીએલના સિડ્યુલનું લાઈવ પ્રસારણ કરશે. અને હવે આખા ટાઈમટેબલઆ કાર્યક્રમ ઉપરથી પર્દો હતી ગયો છે. તમને જણાવી દઈએ કે આઇપીએલની પહેલી મેચ 31 માર્ચના દિવસે રમાવા જઈ રહી છે.

આઇપીએલની પહેલી મેચ 31 માર્ચના દિવસે રમાશે
હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ રમાઈ રહેલી ટેસ્ટ મેચ અને ત્યારબાદ રમાનારી વન ડે મેચ 22 માર્ચે પૂર્ણ થશે. એટલે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને ઓસ્ટ્રેઇલિયાના ખેલાડીઓને માત્ર 8 દિવસનો જ વિરામ મળશે.અને ત્યારબાદ આઇપીએલનો આગાઝ થવા જશે. બીસીસીઆઈએ જાહેર કર્યું છે કે પહેલો મુકાબલો ગુજરાત ટાયસન એટલે કે હાર્દિક પંડ્યાની ટીમ અને એમએસ ધોનીની કપ્તાની વાળી ટીમ ચાન્નેઈ સુપર કિંગની ટીમ એક બીજાની સામે ટક્કર લેશે.પહેલો મુકાબલો અમદવાદમાં રમાશે.

IPLની 16મી સીઝન જોવા માટે આખી દુનિયા તૈયાર
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ગણાતી IPLની આ 16મી સિઝન હશે. અગાઉ જ્યારે IPL 2022 રમાઈ હતી ત્યારે મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ફાઇનલ જીતીને પ્રથમ વખત ટ્રોફી કબજે કરી હતી. IPL 2022માં બે નવી ટીમોનો પ્રવેશ થયો છે. જેમના નામ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ જાયન્ટ્સ છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પણ પ્લેઓફ સુધી ગઈ હતી, પરંતુ તે પછી આગળ વધી શકી નહોતી પરંતુ ગુજરાતની ટીમે ટાઈટલ જીત્યું હતું. આ વખતે પણ આઈપીએલમાં દસ ટીમો ભાગ લઈ રહી છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે આઈપીએલ જૂના ફોર્મેટ પ્રમાણે જ થશે.

PL મેચો ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે ?
આઈપીએલના લાઈવ ટેલિકાસ્ટની વાત કરીએ તો આ વખતે ડિજિટલ અને ટીવી રાઈટ્સ અલગ-અલગ આપવામાં આવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તમે મોબાઈલ પર એટલે કે Jio સિનેમા પર ડિજિટલ પ્લેટફોર્મ પર IPLનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો, કારણ કે તેના અધિકારો Viacom18ને આપવામાં આવ્યા છે. બીજી બાજુ જો તમે ટીવી પર મેચની મજા માણવા માંગતા હો તો તમે તેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઈ શકો છો જ્યાં તમે તેને છેલ્લા પાંચ વર્ષથી જોઈ રહ્યા હતા. દરમિયાન આઈપીએલ શરૂ થવામાં હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેથી જ ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકો તેના રંગે રંગાઈ જશે.

Most Popular

To Top