અમદાવાદ: IPL 2023ની (IPL 2023) 16મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. અમદાવાદના (Ahmadabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી ચાર વખત ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે પ્રથમ મેચ રમાશે. પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) પ્રથમ મેચ રમી શકશે નહી. ઘૂંટણાં ઈજાના કારણે તેઓ મેચ કાદચ નહીં રમી શકે. બીજી તરફ આ મેચમાં જ્યાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ઘરઆંગણે ટીમનો ઉત્સાહ ઊંચો છે.
મળતી માહિતી અનુસાર CSK કેપ્ટન એમએસ ધોનીને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ઘૂંટણાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ધોની ગુરૂવારે CSKના પ્રેક્ટિસ સેશનમાં પણ હાજર રહ્યો નહોતો. તેથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ધોની પ્રથમ મેચ નહીં રમે. જો કે ટીમ મેનેજમેન્ટું કહેવું છે કે ધોની 101 ટકા રમશે. જો કે, એમએસ ધોની ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં રમશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. ફ્રેન્ચાઈઝીના સીઓ કાશી વિશ્વનાથને પણ કહ્યું હતું કે તેઓ વધુ અપડેટ્સ પછી જ આ અંગે નિર્ણય લેશે. હવે જોવાનું એ રહેશે કે તે રમે છે કે નહીં. જો તે નહીં રમે તો સૌથી મોટો સવાલ એ છે કે તેની જગ્યાએ કેપ્ટન કોણ કરશે?
CSKની કમાન કોણ સંભાળશે?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને આ ટીમના ચાહકોને ધોનીની કેપ્ટનશિપની આદત પડી ગઈ છે. ગત સિઝનમાં રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ટીમમાં બધુ બરાબર ન ચાલ્યું અને ટીમ શરૂઆતની 6-7 મેચ હારી ગઈ. અહીંથી બધું ખરાબ થઈ રહ્યું હતું. જાડેજા એક ખેલાડી તરીકે પણ પ્રદર્શન કરી શક્યો ન હતો. જે બાદ વિવાદો સામે આવ્યા અને કદાચ ટીમમાં બધુ બરાબર ન હતું અને જાડેજાએ સુકાની પદેથી રાજીનામું આપી દીધું અને પછી ધોનીએ ટીમની ફરીથી બાગડોર સંભાળી હતી. આ વખતે હવે એ જ સવાલ અને ક્યાંકને ક્યાંક એવો ભય છે કે જો ધોની નહીં રમે તો ટીમ વિખેરાઈ જશે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાનું નામ ફરી આવવું મુશ્કેલ છે. પરંતુ બેન સ્ટોક્સ એક એવું નામ છે જે સુકાની તરીકે ધોનીનું સ્થાન લઈ શકે છે. તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે અને તેણે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે.
બીજી તરફ જો વિકેટકીપિંગની વાત કરીએ તો એમએસ ધોની વિના ટીમ માટે વિકેટકીપિંગનો એક વિકલ્પ પણ ખાલી પડી જાય છે. જો કે, ટીમમાં ડેવોન કોનવે અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ છે જેઓ વિકેટકીપિંગની ફરજો સંભાળી શકે છે. રાયડુનું પ્રદર્શન ગત સિઝનમાં કંઈ ખાસ નહોતું. તેને પણ છેલ્લી કેટલીક મેચમાંથી બહાર થવું પડ્યું હતું. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે ચેન્નાઈની ટીમ પોતાના તમામ સ્ટાર્સ સાથે મેદાનમાં ઉતરશે. તે જ સમયે, ટીમ પાસે આવો જ એક વિકલ્પ મોઈન અલી પણ છે, જેણે ટી20 ક્રિકેટમાં સતત પોતાને સાબિત કર્યા છે. જાડેજા, મોઈન અને સ્ટોક્સની ત્રિપુટીમાં કોઈપણ વિરોધી ટીમને હંફાવવાની શક્તિ છે.
CSK ટીમની સ્ક્વોડ
એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, બેન સ્ટોક્સ, સુભ્રાંશુ સેનાપતિ, શિવમ દુબે, રાજવર્ધન હેંગરકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, મોઈન અલી, દીપક ચહર, તુષાર સિંહ, અક્ષર દેસાઈ , મતિષા પથિરાના , સિમરજીત સિંહ , મહેશ તિક્ષાના , શેખ રશીદ , પ્રશાંત સોલંકી , નિશાંત સિંધુ , અજય મંડલ , ભગત વર્મા.