Charchapatra

ત્રીજી લહેરને આમંત્રણ

હમણાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ગુજરાત રાજ્યમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તેમાં થોડી છૂટછાટોની જાહેરાત કરી છે, જેથી પ્રજા થોડી ઘણી હળવાશનો અનુભવ કરે છે. પરંતુ પ્રજાએ આ થોડી ઘણી છૂટછાટોને સંપૂર્ણ છૂટછાટો સમજી લીધી લાગે છે, પરિણામે ધાર્મિક સ્થળો પર એકદમ ભીડ જમા થવા માંડી છે, પર્યટન સ્થળો અને મોલ તથા બજારો માનવમેદનીથી ઉભરાવા માંડ્યાં છે  અને તે પણ કોઈ પણ પ્રકારના નિયમોના પાલન વગર. બાકી હતું તે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. તેનો અર્થ એવો થાય કે પ્રજા જો નિયમોનું પાલન કરે તો ત્રીજી લહેર આવી શકે તેમ નથી. તે ત્રીજી લહેરને પ્રજા સામેથી આમંત્રણ આપી રહી છે. જો આમ જ ચાલતું રહે તો તેને અટકાવવા સરકારને પાછાં નિયંત્રણો લાદી દેવાં પડશે, જેથી ત્રીજી લહેર આવતી અટકે. જેમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો પર અને પર્યટન સ્થળો પર થતી ભીડને અટકાવવી જોઇએ. રથયાત્રાને આપવામાં આવેલી મંજૂરી રદ થવી જોઈએ. જો સરકારને ફરી નિયંત્રણો લાદવા મજબૂર ન કરવી હોય તો પ્રજાએ સાનમાં સમજીને નિયમોનું કડકાઇથી પાલન કરવું રહ્યું. અન્યથા સરકારે ફરીથી નિયંત્રણો લાદી દેવાં જોઈએ. સુરત     -સુરેન્દ્ર દલાલ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top