Charchapatra

બાળકમાં નૈતિક મૂલ્યોનું ઇન્વેસ્ટમેન્ટ

આજનું બાળક માતા-પિતાના સ્પર્શ કરતા ડિજિટલ સ્પર્શ સાથે વધારે જોડાયેલું છે. હવે બાળક સારી કે નરસી આદતો ટી.વી કે મોબાઈલ દ્વારા ઝડપથી શીખી જાય છે.બાળકમાં અનુકરણ કરવાની શક્તિ અને સારી આદતો કેળવવાની શક્તિ બંને વધારે હોય છે. પણ આ બંને શક્તિમાંથી બાળક કઈ શક્તિ વધુ અનુસરે છે તેનો આધાર તેના માતા- પિતા અને પરિવાર ઉપર વધારે રહેલો છે.નૈતિક મૂલ્યોમાં ફરજ, પ્રમાણિકતા, સંયમ, ચારિત્ર્ય, ન્યાય, સદાચાર, નિખાલસતા વગેરે ગુણોનો સમાવેશ થાય છે. બાળકમાં નૈતિક મૂલ્યો વિકસાવવાની ચાવીઓ નીચે મુજબ છે. બાળકમાં નૈતિકમૂલ્યો વિકસાવા સૌથી પહેલા માતા અને પિતાએ તેના રોલ મોડલ બનવું પડશે.

માતા -પિતા એકબીજાને અને અન્યોને માન આપતા હશે, પ્રમાણિક હશે, વાણીનો સંયમ રીતે પ્રયોજન કરતા હશે, દરેક સાથે હળી-મળીને રહેતા હશે અને ચોક્કસ ફરજો ચોક્કસ સમયે નિભાવતા હશે તો બાળકમાં આપોઆપ નૈતિકતા કેળવાય બાળકને સચ્ચાઈ, ઈમાનદારી, વચનબદ્ધતા, વિનમ્રતા, નીરાભિમાન જેવા બોધપાઠ આપતી વાર્તાઓ સંભળાવવી કે બતાવવી જોઈએ. બાળકમાં સંયમ અને શિષ્ટાચાર વિકસાવવા ઇન્ડોર અને આઉટડોર રમતો, સ્વિમિંગ-પેઇન્ટિંગ જેવી કળાઓ યોગ – કસરત નિયમિત કરતા શીખવાડો. બાળકને તેના દૈનિક કાર્યો જાતે કરવાની આદત પાડો.ઘરમાં છોકરા અને છોકરી બંને માટે સમાન લાડ- પ્રેમ અને વિકાસની તકો રાખો. બાળકમાં શિષ્ટાચાર વિકસાવવા માટે કુદરત સાથે તેનો સારો નાતો કેળવાય તે આવશ્યક છે. બાળકને સમજવા દો કે કુદરતના તમામ તત્વો શિસ્તને દરરોજ નિભાવે છે. બાળક જ્યારે આ પ્રશ્નોના જવાબ વિચારશે ત્યારે તેને આપમેળે જવાબ મળી જશે.
ભરૂચ.     સૈયદ માહનુર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top