પેટ્રોલ તથા ડિઝલ વધુ મોંઘુ હોવાના કારણે હવે વાહનચાલકો ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધ્યા છે ત્યારે ગુજરાત હવે ગ્રીન હાઈડ્રોજન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં લિકવિડ હાઈડ્રોજન ક્ષેત્રે રોકાણની સંભાવના વધી જવા પામી છે.
આજે ગાંધીનગરમાં સચિવાલયમાં ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં વાહનોમાં બળતણ તરીકે લિકવિડ હાઈડ્રોજનનો ઉપયોગ થઈ શકે છે. તેના માટે ગુજરાતમાં લિકવિડ હાઈડ્રોજન ટેકનોલોજી તથા પ્લાન્ટ ક્ષેત્રમાં રોકાણની દરખાસ્ત સરકારને મળી છે. ગ્રીન હાઈડ્રોજન ફયુઅલ સીએજી – પેટ્રોલ તથા ડિઝલના કરતાં વધુ સસ્તુ છે. સરકાર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ભવિષ્યને સુરક્ષિત કરતી આ ટેકનોલોજી ગુજરાતમાં આવે તે માટે રોકાણની દરખાસ્ત ચકાસી રહી છે. આ મૂડિરોકાણ કચ્છમાં આવી રહ્યું છે.
ભારતમાં આ ટેકનોલોજી હજુ સુધી આવી નથી. જો કે દુનિયાના 10 દેશો આ દિશમાં આગળ વધી રહ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, નોર્વે, સાઉથ કોરિયા, યુકે, યુએસ આ ગ્રીન હાઈડ્રોઝન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યા છે. ચીનમાં વુહાનમાં જ હાઈડ્રોઝન વ્હીકલ શરૂ થયા છે. જે 2030 સુધીમાં 1 મિલિયન હાઈડ્રોજન વ્હીકલ થઈ જશે